શોધખોળ કરો
Advertisement
અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત
અમિત શાહે કહ્યું, 500 વર્ષ પહેલા ભગવાન રામનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ લાખો લોકોએ આંદોલન કર્યું, અનેક શહીદ થયા. પરંતુ કોંગ્રેસે તેની સરકાર હતી ત્યાં સુધી રામ મંદિર બનવા ન દીધું.
લખનઉઃ નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ના સમર્થનમાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક જનસભા કરી હતી. જ્યાં તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. જેમાં તેમણે કહ્યું, અયોધ્યામાં ત્રણ મહિનાની અંદર ગગનચૂંબી રામમંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.
અમિત શાહે કહ્યું, 500 વર્ષ પહેલા ભગવાન રામનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ લાખો લોકોએ આંદોલન કર્યું, અનેક શહીદ થયા. પરંતુ કોંગ્રેસે તેની સરકાર હતી ત્યાં સુધી રામ મંદિર બનવા ન દીધું. ત્રણ મહિનામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.
શાહે દાવો કર્યો કે, ભાગલા વખતે પૂર્વ પાકિસ્તાનમાં 30 ટકા અને પશ્ચિમ પાકિસ્તાનમા 23 ટકા હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન હતા. પરંતુ હવે તેઓ માત્ર સાત અને ત્રણ ટકા જ રહી ગયા છે. બાકીના ક્યાં ગયા ? કાં તો તેમને મારી નાંખવામાં આવ્યા અથવા ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું... અથવા ભારતમાં આવીને શરણ લીધું. આંખોથી આંધળાઓને કરોડો લોકો પર થયેલો અત્યાચાર દેખાતો નથી.In three months, work on construction of Ram temple will start in Ayodhya: Union Home Minister Amit Shah at Lucknow rally
— Press Trust of India (@PTI_News) January 21, 2020
નાગરિકતા કાનૂન નહીં લેવામાં આવે પરત અમિત શાહે કહ્યું, હું આજે ડંકાની ચોટ પર કહેવા આવ્યો છું કે જેમણે વિરોધ કરવો હોય તે કરે, CAA પરત નહીં લેવામાં આવે. હું વોટ બેંકના લોભી નેતાઓને કહેવા માગું છું કે, તમે તેમના કેમ્પમાં જાવ, ગઈકાલ સુધી જેઓ સો-સો હેકટરના માલિક હતા તેઓ આજે એક નાની ઝૂંપડીમાં પરિવાર સાથે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. દેશમાં જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, આગચંપી થઈ રહી છે, વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે તે માટે એસપી-બીએસપી, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ જવાબદાર છે. તેમાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી. આ બિલની અંદર નાગરિકતા આપવાની જોગવાઈ છે. Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક મોટો ફટકો, ધવન બાદ આ ખેલાડી થયો બહાર, જાણો વિગતે લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, PIC શેર કરી લખ્યો રોમાંટિક મેસેજAmit Shah in Lucknow: At the time of partition, Hindu, Sikh Buddhist&Jain constituted 30% of population in Bangladesh and 23 % in Pakistan. But today, it's just 7% & 3%, respectively. Where have these people gone? Those who are protesting against CAA, I want to ask them this. pic.twitter.com/kV8yDMulrW
— ANI UP (@ANINewsUP) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement