શોધખોળ કરો
Advertisement
અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, રેલીને કરશે સંબોધિત
નવી દિલ્લી: જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન તુટી ગયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે જશે. ગઠબંધન સરકાર ધ્વસ્ત થયા બાદ ઉભા થયેલા નવા ઘટનાક્રમ વચ્ચે અમિત શાહ પરેડ ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાની એક રેલીને સંબોધન કરશે. તે સિવાય અમિત શાહ જમ્મુ કન્વેશન સેન્ટરમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 65માં શહીદી દિવસ પર બુધ્ધિજીવી સંમેલનના આયોજનમાં ઉપસ્થિત રહેશે.
અમિત શાહ આ સંમેલનમાં સંબોધન કરશે. અમિત શાહ કાશ્મીરમાં પ્રજા પરિષદ આંદોલન પર આધારિક પુસ્તકનું વિમોચન કરશે. ભાજપની ચૂંટણી પ્રબંધન કમિટિ સાથે અમિત શાહ બેઠક યોજી રાજ્યની પરિસ્થિ અંગે ચિતાર મેળવશે. ત્યારબાદ અમિત શાહ ભાજપના નેતાઓ અને સંઘ પરિવારના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજશે. અમિત શાહ 23મીએ જમ્મુમાં રાત્રિ રોકાણ કરશે અને 24મીએ દિલ્હી પરત ફરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement