શોધખોળ કરો
Advertisement
મેમો ફાટતો રોકવા ભડકેલા વ્યક્તિએ પોલીસની સામે જ બાઇકને ભડભડ સળગાવી દીધી ને પછી......
ટ્રાફિક પોલીસ દ્વારા દંડ માટે રોકવામાં આવતા ભડકેલા એક વ્યક્તિએ કથિત રીતે પોતાના મોટરસાઈકલમાં આગ લગાવી દિધી હતી.
ભોપાલ: ટ્રાફિક પોલીસ દ્વારા દંડ માટે રોકવામાં આવતા ભડકેલા એક વ્યક્તિએ કથિત રીતે પોતાના મોટરસાઈકલમાં આગ લગાવી દિધી હતી. પોલીસનો દાવો છે કે આ અજીબો-ગરીબ ઘટના દરમિયાન વાહન ચાલક નશામાં હતો. ઈન્દોરના પરદેશીપુરા ક્ષેત્રમાં કાલે રવિવારે રાત્રે સામે આવેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના વિશે શહેર પોલીસ અધિક્ષક નિહિત ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસની એક ટુકડીએ રવિવારે રાત્રે એક મોટરસાઈકલ ચાલકને નિયમિત ચેકિંગ માટે રોક્યો હકો, ત્યારે તે ખૂબ દારૂના નશામાં હતો. તેની પાસે વાહનના કાગળો પણ નહોતા.
તેમણે જણાવ્યું કે પોલીસ તેની પાસે કોઈ દંડ વસુલે તે પહેલા જ તેણે ગુસ્સામાં પોતાની મોટરસાઈકલમાં આગ લગાવી દિધી અને ત્યાંથી ભાગી ગયો હતો. અમે તેની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તેને પકડી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion