શોધખોળ કરો

Anmol Bishnoi: લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ, NIAએ જાહેર કર્યું 10 લાખનું ઈનામ

Anmol Bishnoi In Most Wanted List: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ(Anmol Bishnoi) ને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની ધરપકડ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

Lawrence Brother Anmol Bishnoi:  નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ(Anmol Bishnoi)ને 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યા છે અને તેની ધરપકડ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ કેનેડા અને અમેરિકાથી પોતાની ગેંગનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 12 ઓક્ટોબરે એનસીપી નેતા બાબા સિદ્દીકી પર અને એપ્રિલમાં અભિનેતા સલમાન ખાનના ઘર પર હુમલાના ષડયંત્રમાં પણ સામેલ હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગના સંબંધમાં મુંબઈ પોલીસે અનમોલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લીધી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ શૂટર સ્નેપચેટ દ્વારા તેના સંપર્કમાં હતો. 

બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી
12 ઓક્ટોબરની રાત્રે બાબા સિદ્દીકીની તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ સશસ્ત્ર હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ઘટના પછી તરત જ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના શંકાસ્પદ શુભમ લોંકરે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી લીધી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અનમોલ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર અમેરિકા અને કેનેડાના લોરેન્સ બિશ્નોઈ ગેંગના સામ્રાજ્યને નિયંત્રિત કરે છે. ઉપરાંત, તે ભારતમાં ગ્રાઉન્ડ લેવલ પર ગુનેગારો અને ઓપરેટિવ્સના સક્રિય સહયોગથી ક્રાઈમ સિન્ડિકેટની દેખરેખ રાખે છે.

અનમોલના નામે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું 
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગેંગ પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હી, યુપી, એમપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ફેલાયેલી છે. આ ગેંગના લોકો માટે હથિયારો વિદેશથી મંગાવવામાં આવે છે. આ શસ્ત્રો મોટે ભાગે અનમોલ, ગોલ્ડી બ્રાર અને લોરેન્સના કેટલાક નજીકના સહયોગીઓ દ્વારા ગોઠવવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનમોલ આ તમામ કાવતરા કેનેડાથી ચલાવે છે અને અવારનવાર અમેરિકા જતો રહે છે. NIAએ કહ્યું છે કે અમે તેને અમારી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યો છે અને તેના ઠેકાણા વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

NIAએ આ નેટવર્કને નવું અંડરવર્લ્ડ ગણાવ્યું 
પોલીસના જણાવ્યા અનુસાર અનમોલનું બીજું નામ ભાનુ છે. તે મે 2022માં ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાના આદેશમાં પણ સામેલ હતો. લોરેન્સ બિશ્નોઈ ગયા વર્ષે ઓગસ્ટથી સાબરમતી જેલમાં બંધ છે. NIAએ આ સમગ્ર નેટવર્કને નવું અંડરવર્લ્ડ ગણાવ્યું છે. માર્ચ 2023માં ગુંડાઓની ગતિવિધિઓ અંગે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ગેંગસ્ટરો અને પીકેઈની આ સાંઠગાંઠ અને ગાયકો, કબડ્ડી ખેલાડીઓ અને વકીલો વગેરે સાથેના તેમના સંબંધો, 1993ના મુંબઈ વિસ્ફોટ પહેલાના યુગની તર્જ પર કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો...

Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર

EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ
EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીનો સાચો ઉજાસHun To Bolish: હું તો બોલીશ: ભાજપના નેતાનો ભડાકોVav By Poll 2024: વાવ બેઠકની પેટાચૂંટણી: કોંગ્રેસના ઠાકરશી રબારી નારાજ !Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર
Cyclone Dana Live Updates: 110 KMPHની ઝડપે ફૂંકાયો પવન, દાનાએ વર્તાવ્યો કહેર, 14 લાખ લોકોનું સ્થળાંતર
Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત
Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત
EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ
EPFO સભ્યો માટે મોટા સમાચાર, સરકાર વધારી શકે છે આ લિમિટ
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Cyclone Dana: ઓડિશા સાથે ટકરાયું ચક્રવાત 'દાના', 300 ફ્લાઇટ્સ, 552 ટ્રેન રદ્દ
Lifestyle: વર્ક ફ્રોમ હોમ સારુ કે ઓફિસથી કામ કરવું? નિષ્ણાતોનો મત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે
Lifestyle: વર્ક ફ્રોમ હોમ સારુ કે ઓફિસથી કામ કરવું? નિષ્ણાતોનો મત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે
IND vs NZ 2nd Test Day 2 LIVE: ભારતના બેટ્સમેન આજે ન્યૂઝીલેન્ડ પર કરશે પલટવાર, થોડીવારમાં શરૂ થશે બીજા દિવસની રમત
IND vs NZ 2nd Test Day 2 LIVE: ભારતના બેટ્સમેન આજે ન્યૂઝીલેન્ડ પર કરશે પલટવાર, થોડીવારમાં શરૂ થશે બીજા દિવસની રમત
General Knowledge: તમિલનાડુના આ ગામને કહેવામાં આવે છે ભૂતિયું ,લોકો પગ મુકતા પણ ડરે છે
General Knowledge: તમિલનાડુના આ ગામને કહેવામાં આવે છે ભૂતિયું ,લોકો પગ મુકતા પણ ડરે છે
ખેલાડીઓને આપવામાં આવશે નહી ધ્યાનચંદ લાઇફટાઇમ પુરસ્કાર, હવે મળશે આ એવોર્ડ, સરકારનો નિર્ણય
ખેલાડીઓને આપવામાં આવશે નહી ધ્યાનચંદ લાઇફટાઇમ પુરસ્કાર, હવે મળશે આ એવોર્ડ, સરકારનો નિર્ણય
Embed widget