ભારત બાયોટેક સિવાય અન્ય કંપનીઓ પણ કરી શકશે કોવેક્સિનનું ઉત્પાદન, સરકારે આપ્યા આ સંકેત
નીતિ સમિતિના સભ્ય વીકે પોલેને જણાવ્યું કે, બીજી કંપનીઓ દ્વારા કોવેક્સિન બનાવવાની વાતનું ભારત બાયોટેકે સ્વાગત કર્યું છે. ભારત બાયોટેક જ કોવેક્સિનની નિર્માતા કંપની છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે અને તે દેશમાં ચાલી રહેલા રસીકરણમાં મહત્વની ભૂમિકામાં છે.
નવી દિલ્હી: વેક્સિન નિર્માણની દિશામાં ગુરુવારે એક ખૂબજ સકારાત્મક સમાચાર આવ્યા છે. ભારત બાયોટેક ઉપરાંત બીજી કંપનીઓ પણ સ્વદેશી વેક્સિન ‘કોવેક્સિન’નું (Covaxin) નિર્માણ કરી શકશે તેવા સંકેત કેન્દ્ર સરકારે આપ્યા છે. જો આવું થશે તો ભારતની વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થશે અને વેક્સિનની અછતને દૂર કરી શકાશે.
નીતિ સમિતિના સભ્ય વીકે પોલેને જણાવ્યું કે, બીજી કંપનીઓ દ્વારા કોવેક્સિન બનાવવાની વાતને ભારત બાયોટેકે (Bharat Biotech) સ્વાગત કર્યું છે. ભારત બાયોટેક જ કોવેક્સિનની નિર્માતા કંપની છે. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે અને તે દેશમાં ચાલી રહેલા રસીકરણમાં મહત્વની ભૂમિકામાં છે.
વીકે પોલે કહ્યું કે, "લોકોનું કહેવું છે કે, બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે છે. મને તે કહેવામાં આનંદ થાય છે કે જ્યારે અમે આ વિશેની કોવેક્સિન નિર્માતા કંપની (ભારત બાયટેક) સાથે વાત કરી તો તેણે તેનું સ્વાગત કર્યું. આ વેક્સિન અંતર્ગત લાઈવ વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે અને તે ફક્ત BSL 3 લેબમાં જ બને છે.
નીતિ સમિતિના સભ્યએ વધુમાં કહ્યું કે, “દરેક કંપનીનો પાસે તે નથી. અમે તે કંપનીને આમંત્રણ આપીએ છે કે, જે વેક્સિન બનાવવા માંગે છે. જો કંપનીઓ કોવેક્સિન બનાવવા માગે છે, તેમણે સાથે મળીને કરવું જોઈએ. સરકાર સહાય કરશે, જેથી ક્ષમતા વધે. "
વી.કે.પૌલના નિવેદનનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાગત કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, ' સરકારનું આ ખૂબ જ આવકારદાયક પગલું છે. આનાથી ઉત્પાદનમાં વેગ આવશે. હું કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે, તે વિદેશથી સીધી વેક્સિન મંગાવવાની જગ્યાએ દરેક રાજ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં એક બીજા વિરુદ્ધ બોલી લગાવે.”
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 37 લાખ 03 હજાર 665
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
- કુલ મોત - 2 લાખ 58 હજાર 317