Arvind Kejriwal news: CM કેજરીવાલને ED કેસમાં મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે પરંતુ ED કેસમાં તેમને વચગાળાના જામીન મળી ગયા છે
Arvind Kejriwal news: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.
Supreme Court grants interim bail to Delhi Chief Minister and AAP National Convener Arvind Kejriwal in the Delhi excise policy case.
— ANI (@ANI) July 12, 2024
The Apex Court refers his petition challenging his arrest by the Enforcement Directorate (ED) to a larger bench. pic.twitter.com/9s40JBWJhV
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેન્ચને મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેન્ચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે પરંતુ ED કેસમાં તેમને વચગાળાના જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે.
માત્ર પૂછપરછથી ધરપકડ થઈ શકે નહીં
કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું કે ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં. કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.
કોર્ટે શું કહ્યું?
કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસથી વધુ સમયથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.
કોર્ટે કહ્યું કે અમે જામીનના સવાલની તપાસ કરી નથી પરંતુ પીએમએલએની કલમ 19ના માપદંડોની તપાસ કરી છે. પીએમએલએની કલમ 19માં ધરપકડ માટેના નિયમોની વિસ્તૃત વ્યાખ્યા કરવાની જરૂર છે. અમે પીએમએલએની કલમ 19 અને કલમ 45 વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. PMLA ની કલમ 19 એ અધિકારીઓનો વ્યક્તિલક્ષી અભિપ્રાય છે અને તે ન્યાયિક સમીક્ષાને આધીન છે. ફક્ત કોર્ટ જ કલમ 45નો ઉપયોગ કરી શકે છે.
નોંધનીય છે કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 EDને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીને કારણ આપવાનું હોય છે.