શોધખોળ કરો

Vijay Singla Arrested: પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલાને હટાવવા પર કેજરીવાલે શું આપ્યું મોટું નિવેદન 

પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલા  (Vijay Singla) ને મંગળવારે પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને ભ્રષ્ટાચારના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.

Vijay Singla Sacked: પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલા  (Vijay Singla) ને મંગળવારે પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને ભ્રષ્ટાચારના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન કરશે નહી.  

મુખ્યમંત્રી ભગવંત માનના નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે કટ્ટર પ્રમાણિક છીએ. ગરદન કપાશે પણ ભ્રષ્ટાચાર સાંખી લેવામાં આવશે નહીં. અમને તમારા પર ગર્વ છે ભગવંત માન. ભ્રષ્ટાચાર એ દેશનો ગદ્દાર છે. તેમણે કહ્યું કે અમે જે કર્યું તેના માટે હિંમતની જરૂર છે. AAP પાર્ટીએ સાબિત કરી દીધું છે કે પાર્ટી ભ્રષ્ટાચાર વિના ચાલી શકે છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, જો આપણું પોતાનું પણ કોઈ ચોરી કરશે તો અમે તેને છોડીશું નહીં. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે તમામ પક્ષોએ એકબીજાની વચ્ચે સેટિંગ કર્યું હતું, પોતાના પ્રિયજનોને પકડવાનું તો દૂર, એકબીજાના નેતાઓ સામે પગલાં પણ લીધા ન હતા. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે કોઈ પાર્ટી પોતાના જ લોકોના ભ્રષ્ટાચાર સામે પગલાં લઈ રહી છે. ભગવંત માનના નિર્ણયથી લોકો ખૂબ જ ખુશ છે, તેઓ માની શકતા નથી કે કોઈ પણ સરકાર આટલી ઈમાનદાર હોઈ શકે છે.

સિંઘલા માણસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં પંજાબી ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપ સિંહ સિદ્ધુને હરાવ્યા હતા. સિંઘલા ડેન્ટિસ્ટ છે. ભગવંત માને સિંઘલાને હોદ્દા પરથી હટાવતા કહ્યું હતું કે સિંઘલાએ તેમના વિભાગના ટેન્ડર અને ખરીદીમાં કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરી હોવાની માહિતી મળતાં તેમણે આ નિર્ણય લીધો હતો.

કેજરીવાલ ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે - સીએમ 

ભગવંત માને વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી ભારત પાસે અરવિંદ કેજરીવાલ જેવા ભારત  માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે." તેને જડમૂળથી ઉખેડી નાખશે. આપણે બધા તેના સૈનિક છીએ. 1% ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. 2015 માં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget