(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal On Freebies: પીએમ મોદીના નિવેદન પર કેજરીવાલે કર્યો પલટવાર, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી.
Arvind Kejriwal On Freebies: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી. હવે પીએમના નિવેદન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
बच्चों का भविष्य बनाना, लोगों को फ़्री में अच्छा इलाज देना, जनता के पैसे से जनता को सुविधाएँ देना फ़्री की रेवड़ियाँ नहीं होती।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 16, 2022
मैं बताता हूँ आपको कि फ़्री की रेवड़ियाँ क्या होती हैं- pic.twitter.com/IkFy4Av59d
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હોસ્પિટલોમાં મફત સારવાર શું ખોટી છે? દિલ્હીમાં તમામ મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. મને કહો કે અમે શું ખોટું કર્યું છે? હું દેશનો પાયો નાખું છું, હું રેવડી મફતમાં નથી વેંચી રહ્યો. પહેલા સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. આજે ગરીબોના બાળકો NEET, JEE પાસ કરી રહ્યા છે. અમે હજારો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. હું બાળકોને મફત શિક્ષણ આપું છું. શું સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવું ખોટું છે?
मेरे जीवन का एक ही मक़सद- मैं भारत को दुनिया का नंबर 1 देश बनाना चाहता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 16, 2022
हम एक दिन देश के एक-एक बच्चे को मुफ़्त में अच्छी शिक्षा देंगे, इसी से एक मज़बूत देश की नींव रखी जाएगी। pic.twitter.com/dZMzPhGrq6
મફત શિક્ષણ અને સારવારને ફ્રીની રેવડી ન કહેવાય
તેમણે કહ્યું કે આપણા દેશના બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી તેને ફ્રીમાં રેવડી વહેંચવી ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓમાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. જેમ દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ ખરાબ હતી, તેમ જ દિલ્હીની સરકારી શાળાઓની પણ હાલત ખરાબ હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થયું. આજે આ બાળકોનું ભવિષ્ય સારુ બનાવ્યું તો મે શું ગુનો કર્યો?
અરવિંદ કેજરીવાલે ફ્રી રેવડીનો અર્થ જણાવ્યો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ફ્રીની રેવડી શું છે, હું તમને જણાવું. એક કંપનીએ ઘણી બેંકો પાસેથી લોન લીધી અને પૈસા ખાઈ ગઈ. બેંક નાદાર થઈ ગઈ અને તે કંપનીએ એક રાજકીય પક્ષને કરોડો રૂપિયાનું દાન આપ્યું અને સરકારે તે કંપની સામે કોઈ પગલાં ન લીધા. આ ફ્રી રેવડી કલ્ચર છે. અમે ફરિસ્તા યોજના દ્વારા 13 હજાર લોકોના જીવ બચાવ્યા છે, તેમને પૂછો કે શું આ ફ્રી રેવડી છે. તમારા મંત્રીઓને મફતમાં વીજળી મળે છે. જ્યારે અમે લોકોને મફતમાં વીજળી આપીએ છીએ તો શું આ ફ્રી રેવડી છે? અમે 17 હજાર લોકોને મફતમાં યોગ શીખવીએ છીએ. લગભગ 45 હજાર જેટલા વડીલોએ વિનામૂલ્યે તીર્થયાત્રા કરી છે, તે પુણ્યની વાત છે, પરંતુ તેઓ મને કહી રહ્યા છે કે, તે ફ્રીમાં રેવડી વેંચી રહ્યા છે.
પીએમ મોદીએ રેવડી કલ્ચર પર શું કહ્યું હતું?
તમને જણાવી દઈએ કે બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ફ્રી રેવડીનું વિતરણ કરીને વોટ એકત્રિત કરવાની કલ્ચર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત જોખમી છે. દેશની જનતાએ આ રેવડી કલ્ચરથી ખૂબ જ સાવચેત રહેવું પડશે. પીએમના આ નિવેદન પર દિલ્હીના સીએમએ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો...
CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ
CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા