Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે.
Arvind Kejriwal on PM Modi: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "They will send opposition leaders to jail and will finish (Nipta denge) the politics of BJP leaders…Our ministers, Hemant Soren, ministers of Mamata Banerjee's party are in jail…If they win again, then Mamata Banerjee, MK Stalin, Tejashwi… pic.twitter.com/xtzToyYuQd
— ANI (@ANI) May 11, 2024
AAP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે, જે બે રાજ્યોમાં છે, પરંતુ વડાપ્રધાન મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી અને એક સાથે ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલી દીધા છે . તેમણે કહ્યું કે જો મોટી પાર્ટીઓના ચાર ટોચના નેતાઓ જેલમાં જાય છે તો પાર્ટી ખતમ થઈ જાય છે. વડાપ્રધાન 'આપ'ને કચડી નાખવા માંગે છે. પીએમ મોદી પોતે માને છે કે AAP દેશને ભવિષ્ય આપશે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, "આ લોકો સવાલ કરે છે કે 'ઈન્ડિયા' ગઠબંધનના PM કોણ હશે? ભાજપને મારો પ્રશ્ન એ છે કે તમારા પ્રધાનમંત્રી કોણ હશે ? કારણ કે નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતે 2014માં એક નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રિટાયર કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બનશે તો આગામી બે મહિનામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે.