શોધખોળ કરો
દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલ એક માર્ચથી આમરણાંત ઉપવાસ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અચોક્કસ મુદતના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યું કે, હું એક માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આમરણાંત ઉપવાસ કરીશ. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગને લઇને અમે એક આંદોલન શરૂ કરીશું. આ ભૂખ હડતાળ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જતો નથી. કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એક માર્ચથી આમરણાંત ઉપવાસ કરીશ. લોકોએ આપણને આટલું બધુ આપ્યું છે ત્યારે આપણે તેમના માટે પોતાના જીવનનો બલિદાન કરવું પડે તો તે પણ ઓછું છે.
કેજરીવાલે દાવો કર્યો હતો કે સ્વતંત્રતા બાદથી દિલ્હીના લોકોને અન્યાય અને અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેમના દ્ધારા પસંદ કરાયેલી સરકાર પાસે તેમના માટે કામ કરવાની શક્તિનો અભાવ છે. દિલ્હીની ચૂંટાયેલી સરકાર લોકોને ન્યાય આપી શકતી નથી, તેમના માટે કામ કરી શકતી નથી અને વિકાસ કાર્યોને પૂરા કરી શકતી નથી કારણ કે તેમની પાસે અધિકારીઓ ઓછા છે અને કેન્દ્ર સરકાર તેમના કામમાં અડચણો ઉભી કરે છે. કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસ, નગર નિગમો અને ડીડીએ પર નિયંત્રણ છે. જેને કારણે ઉચ્ચ ગુનેગાર દર, અસ્વચ્છતા અને વિકાસનો અભાવનો સામનો કરવો પડી રહ્યો છે.Delhi CM Arvind Kejriwal: Democracy has been implemented in entire nation, but not Delhi. Public votes & selects a government, but the government has no power. So we're starting a movement on March 1 & I'll sit on indefinite fast for the full statehood of Delhi pic.twitter.com/O9BiuBVQHY
— ANI (@ANI) 23 February 2019
વધુ વાંચો





















