Delhi Liquor Policy Case: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, જાણો રાહત માટે ક્યા ગુંચવાયું છે કોકડું
Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (21 માર્ચ) લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (21 માર્ચ) લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરજી ઈ-ફાઈલિંગ દ્વારા દાખલ કરવામાં આવી છે અને વહેલી તકે સુનાવણીની માંગ કરવામાં આવી છે.
Delhi CM and AAP national convenor Arvind Kejriwal arrested by the Enforcement Directorate (ED) in the Excise policy case.
Inside visuals from the residence of CM Arvind Kejriwal pic.twitter.com/1ogchVzwTk— ANI (@ANI) March 21, 2024
જો કે, સુપ્રીમ કોર્ટના વેકેશન ઓફિસરે કહ્યું કે અરવિંદ કેજરીવાલના કોઈ વકીલ તેમની પાસે પહોંચ્યા નથી. વકીલો વેકેશન ઓફિસર પાસે તાત્કાલિક સુનાવણી માટેનો અનુરોધ કરે છે. જો કે આ મામલે તાત્કાલિક સુનાવણીની શક્યતા ઓછી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં શું મુશ્કેલી છે?
કાયદેસર રીતે, ધરપકડને પહેલા હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે અને નીચલી કોર્ટમાંથી જામીન માંગવામાં આવે છે. તેથી હવે સુપ્રીમ કોર્ટ શું હસ્તક્ષેપ કરે છે તે જોવું રહ્યું.
ઇડીની ટીમ 10મું સમન્સ આપવા પહોંચી હતી
ગુરુવારે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ 10મા સમન્સની બજવણી કરવા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે બે કલાક પુછપરછ કરી હતી. EDની ટીમ પૂછપરછ કોઈપણ પક્ષના નેતાઓને અંદર જવા દેવામાં આવી રહ્યા નહોતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરો સીએમ આવાસ એકઠા થયા હતા, જેના કારણે બંને તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સીએમ આવાસની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
EDએ હાઈકોર્ટમાં અનેક પુરાવાઓ દર્શાવ્યા હતા
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું હતું કે તેઓ કયા પુરાવાના આધારે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. આ દરમિયાન જજને ED દ્વારા કેટલાક પુરાવા પણ બતાવવામાં આવ્યા હતા, જેને જોયા બાદ તેમણે પોતાની ચેમ્બરમાં ફરી કાર્યવાહી શરૂ કરી હતી. EDએ કોર્ટને વિનંતી કરી હતી કે આ તથ્યો માત્ર કોર્ટ માટે જ જોવા મળે અને અરવિંદ કેજરીવાલના વકીલને ન બતાવવા.
ઈડીએ કોર્ટને કહ્યું કે અરવિંદ કેજરીવાલ કોઈ ચૂંટણી લડી રહ્યા નથી
જ્યારે તેઓ EDના સમન્સ પર પૂછપરછ માટે આવ્યા ત્યારે તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ (અરવિંદ કેજરીવાલ) કોઈ ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ ગમે ત્યારે વિપશ્યનામાં જાય છે પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવતા નથી. કોર્ટે EDને કહ્યું કે જો તમે આટલા બધા સમન્સ મોકલી રહ્યા છો તો તમે તેમની સીધી ધરપકડ કેમ નથી કરતા.