શોધખોળ કરો

Atiq Ahmed Murder: અતીક-અશરફ હત્યા કેસમાં આજે ત્રણ શૂટરો સામે થઈ શકે છે ચાર્જશીટ દાખલ, થશે મોટો ખુલાસો

Atiq Ahmed Murder: અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા કેસમાં પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યાં આજે ચાર્જશીટ દાખલ થઈ શકે છે.

Atiq Ahmed Murder Case: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કેસની તપાસ કરતી પ્રયાગરાજ પોલીસની SIT ગુરુવારે ચાર્જશીટ દાખલ કરશે. આ ચાર્જશીટ પ્રયાગરાજની CJM કોર્ટમાં દાખલ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ઘટનાસ્થળેથી ધરપકડ કરાયેલા ત્રણ શૂટરો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

અતીક-અશરફ હત્યા કેસમાં આજે ત્રણ શૂટરો સામે થઈ શકે છે ચાર્જશીટ દાખલ

તપાસ કરી રહેલી SIT શૂટર્સ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સન્ની સિંહ વિરુદ્ધ ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી શકે છે. હત્યા કેસના ત્રણેય આરોપી શૂટર હાલ પ્રતાપગઢની જિલ્લા જેલમાં બંધ છે. 15મી એપ્રિલની રાત્રે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં આરોપીઓએ માફિયા ભાઈઓને પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દીધી હતી. આ હત્યામાં તુર્કી બનાવટની જીગાના અને ગીરસાન પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

SIT કરી રહી છે સમગ્ર કેસની તપાસ 

આ હત્યાકાંડ પછી પ્રયાગરાજના પોલીસ કમિશનર દ્વારા હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી હતી. માફિયા બ્રધર્સની હત્યાને લઈને ચાર્જશીટમાં મોટો ખુલાસો થઈ શકે છે. જો કે સૂત્રોનું માનીએ તો તપાસમાં કોઈ નવી હકીકત સામે આવી નથી.

SITના સભ્યો

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ હત્યાકાંડના 90 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો એસઆઈટી ચાર્જશીટમાં તપાસ પૂર્ણ કરવાનો દાવો પણ કરશે. પોલીસ કમિશનર પ્રયાગરાજ રમિત શર્માએ તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. એસઆઈટીની રચના એડીસીપી ક્રાઈમ સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જેમાં એસીપી સત્યેન્દ્ર પ્રસાદ તિવારી અને ઈન્સ્પેક્ટર ઓમપ્રકાશનો સમાવેશ થાય છે.

થશે અનેક મોટા ખુલાસો 

સૂત્રોનો દાવો છે કે ત્રણેય શૂટરોએ નામ કમાવવા અને રાતોરાત ડોન બનવા માટે હત્યાની કબૂલાત કરી હતી. 86 દિવસની તપાસ બાદ પણ SIT ત્રણેય શૂટરોથી આગળ વધી શકી નથી. આ કારણોસર એવું માનવામાં આવે છે કે SITની ચાર્જશીટમાં હત્યા માટે ત્રણેય શૂટર્સ, લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajasthan: હાર્ડકૉર ગેન્ગસ્ટર કુલદીપ જઘીનાની ગોળી મારીને હત્યા, કોર્ટમાં હાજરી આપવા જતી વખતે થયો એટેક

રાજસ્થાનમાં એક ગેન્ગસ્ટરને ઠાર મારવાની ઘટના ઘટી છે, આજે સવારે રાજસ્થાનમાં હાર્ડકોર ગુનેગાર કુલદીપ જઘીના અને તેના સાથી વિજયપાલને જયપુરથી ભરતપુર લાવતી વખતે ગોળી મારી દેવામાં આવી છે. ગેન્ગસ્ટર પર હલેના પોલીસ સ્ટેશન વિસ્તારના અમોલી ટૉલ પ્લાઝા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બંને હાર્ડકોર ગુનેગારો માર્યા ગયા હતા. પોલીસ જિલ્લા હૉસ્પીટલ પહોંચી ગઈ છે. હાલમાં આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ ક્રિપાલ જઘીનાની હત્યાના કેસમાં જયપુર જેલમાં બંધ હતો અને આજે તેને કોર્ટમાં હાજર થવાની તારીખ માટે બસ દ્વારા લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં ફાયરિંગ થયું હતું, અને આ ફાયરિંગમાં તેની હત્યા થઇ ગઇ હતી. 

ટુંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે આશારામ?

પોતાના જ ગુરુકુળની સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણના ચકચારી કેસમાં જેલની સજા કાપી રહેલા આસારામ અને તેના અનુયાયીઓ માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. આસારામની જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે. આસારામના સમર્થકોમાં પણ આશા જાગી છે. આસારામે અગાઉ પેરોલ માટે અરજી કરી હતી. પેરોલ કમિટીએ તેની પેરોલ માટેની અરજી ફગાવી દીધા બાદ આસારામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સોમવારે જોધપુર સેન્ટ્રલ જેલની પેરોલ કમિટીને પેરોલ નિયમો, 1958 હેઠળ આસારામની અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પેરોલ કમિટીને 6 સપ્તાહમાં નિર્ણય લેવાનો નિર્દેશ

જસ્ટિસ વિજય વિશ્નોઈ અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની બનેલી રાજસ્થાન હાઈકોર્ટની ડબલ બેન્ચે આસારામની અરજી ફગાવી દેવાના પેરોલ કમિટીના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો. આ સાથે પેરોલ કમિટીને 6 સપ્તાહમાં આ અંગે નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2013થી 81 વર્ષીય આસારામ પોતાના આશ્રમની સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહ્યા છે. આસારામ તરફથી જેલમાંથી બહાર આવવા માટે 20 દિવસના પેરોલની માંગણી કરવામાં આવી હતી. આસારામની અરજીને અગાઉ ડિસ્ટ્રિક્ટ પેરોલ એડવાઇઝરી કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાનના કેદીઓ પેરોલ પર છૂટવાના નિયમો, 2021 હેઠળ પેરોલ માટે હકદાર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget