Axiom-4 Mission: અવકાશમાંથી ધરતી પર 14 જૂલાઇએ પરત ફરશે શુભાંશુ શુક્લા, નાસાની જાહેરાત
Axiom-4 Mission: મને લાગે છે કે આપણે આ મિશનને અનડોક કરવું પડશે. અનડોક કરવાની વર્તમાન તારીખ 14 જૂલાઈ છે.

Axiom-4 Mission: નાસાએ ગુરુવારે જણાવ્યું હતું કે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ સભ્યો 14 જૂલાઈના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી માટે રવાના થશે.
નાસાના વાણિજ્યિક યાત્રા કાર્યક્રમના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે અમે પરત ફરવા પર કામ કરી રહ્યા છીએ અને એક્સિઓમ-4ની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. મને લાગે છે કે આપણે આ મિશનને અનડોક કરવું પડશે. અનડોક કરવાની વર્તમાન તારીખ 14 જૂલાઈ છે.
અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમની એક્સિઓમ-4 ટીમે બે અઠવાડિયાના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 230 સૂર્યોદય જોયા છે અને લગભગ 1 કરોડ કિલોમીટરની મુસાફરી કરી છે.
એક્સિઓમ સ્પેસે એક નિવેદન બહાર પાડ્યું
એક્સિઓમ સ્પેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૃથ્વીથી લગભગ 250 માઇલ દૂર આવેલા ક્રૂએ તસવીરો ક્લિક કરવામાં અને વીડિયો બનાવવામાં સમય પસાર કર્યો હતો. આપણા ગ્રહના દૃશ્યનું અવલોકન કરવામાં અને પ્રિયજનો સાથે ફરીથી જોડાવામાં વિતાવ્યો હતો. આનાથી તેમને તેમના રોજિંદા પ્રયોગોમાંથી થોડો વિરામ મળ્યો હતો
આ ક્ષેત્રોમાં 60થી વધુ પ્રયોગો કરવામાં આવ્યા છે
એક્સિઓમ-4 અવકાશયાત્રીઓએ બાયોમેડિકલ સાયન્સ, ન્યૂરોસાયન્સ, કૃષિ અને અવકાશ ટેકનોલોજીમાં 60થી વધુ પ્રયોગો કર્યા છે. એક્સિઓમ સ્પેસના ખાનગી અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવેલ આ સૌથી અદ્યતન સંશોધન છે. આ સંશોધન માનવ અવકાશ સંશોધન અને પૃથ્વી પરના જીવનનું ભવિષ્ય બદલી શકે છે. આ ડાયાબિટીસ અને કેન્સર માટે નવી સારવાર અને માનવ સ્વાસ્થ્યનું વધુ સારું નિરીક્ષણ જેવા ક્ષેત્રોમાં સફળતા તરફ દોરી શકે છે. એક્સિઓમ-4ના સભ્યો સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલ 'ગ્રેસ'માં સવાર થઈ પૃથ્વી પર પાછા ફરશે. આ કેપ્સુલ ફ્લોરિડાના કિનારે એટલાન્ટિક મહાસાગર અથવા મેક્સિકોની ખાડીમાં સોફ્ટ સ્પ્લેશ ડાઉન કરશે. નાસા અને રશિયાની અવકાશ એજન્સી રોસ્કોસમ્સે તેનું રિપેરિંગ કર્યું હતું, પરંતુ પ્રેશર લીકનો નવો સંકેત મળ્યો છે. આથી એક્સિઓમ-4ના સભ્યોના પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે.





















