શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગંગા નદીના કિનારે નહાવા કે ફોટો ખેંચાવા ગયા તો સાવધાન, થશે ધરપકડ
નવી દિલ્હી: ગંગા કિનારે પિકનિક મનાવવા જનાર લોકો હવે થઈ જજો સાવધાન.. કારણ કે હવે ગંગા કિનારે પણ ગયા તો તેના ઉપર સીઆરપીસીની કલમ 151 મારફતે શાંતિ ભંગના આરોપમાં ધરપકડ કરવામાં આવશે. પ્રશાસને આ નિર્ણય ગયા અઠવાડિયે ગંગા નદીના કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં 7 લોકો ડૂબ્યા પછી લીધો છે.
જિલ્લા પ્રશાસનના આંકડા પ્રમાણે, સપ્ટેબર 2015થી અત્યાર સુધી 24 લોકો ગંગા નદીના કિનારે જવાથી ડૂબી ગયા છે. પ્રશાસન સિંચાઈ વિભાગની મદદથી ગંગા કિનારે 8થી 10 ફૂટ ઉંચી બેરીકેડિંગ પણ બનાવી રહ્યા છે જેનાથી લોકો ફોટો ખેંચવાના ચક્કરમાં નીચે ન ઉતરી શકે.
કાનપુર પોલીસના એસએસપી શલભ માથુરે જણાવ્યું હતું કે, ગંગા કિનારે પોલીસ કર્મીઓ પણ ઉભા રાખ્યા છે. હવેથી જે પણ વ્યકિત ગંગા બેરાજથી નીચે ઉતરીને ફોટો ખેંચવા કે નહાવા જશે તેના ઉપર સીઆરપીસીની કલમ 151 લગાવીને તેની ધરપકડ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion