શોધખોળ કરો
બેન્કો આગળ વધતી લાઇનથી લોકો પરેશાન, સરકારે રાહત આપતા લીધો આ મહત્વનો નિર્ણય, જાણો

નવી દિલ્લી: દેશમાં રૂપિયા મેળવવા માટે મચેલી અફરાતફરીના માહોલને જોતા સરકારે એક મોટી રાહત આપી છે. જેમાં જાહેર કરાયુ છે કે, એટીએમમાંથી રૂપિયા કાઢવાની લિમિટ વધારી દેવાઈ છે. હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. જ્યારે કે, બેંકમાં 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો બદલી શકાશે. ફાઈનાન્સ મંત્રાલયે આજે બેંક નોટની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનું રિવ્યૂ કર્યું હતું. જેમાં એક મોટી જાહેરાત કરાઈ છે. 500 અને 1000ની નોટોનું ચલણ પ્રચલનમાંથી કાઢી નાખ્યા બાદ આ મોટી જાહેરાત કરાઈ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















