Batla House Encounter Case Verdict:દિલ્હીની કોર્ટે આરિઝ ખાનને ફાંસીની સજા સંભળાવી
8 માર્ચના રોજ કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટરથી જોડાયેલા કેસમાં આરિઝ ખાનને દોષિ કરાર કર્યો હતો. કોર્ટે તેને ધારા 302, 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત દોષી જાહેર કર્યો હતો. દિલ્હીમાં 2008માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરીઝ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
નવી દિલ્હી: દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી આરિઝ ખાનને મોતની સજા સંભળાવી છે. કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માન્યો છે. 8 માર્ચના રોજ કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટરથી જોડાયેલા કેસમાં આરિઝ ખાનને દોષિ કરાર કર્યો હતો. કોર્ટે તેને ધારા 302, 307 અને આર્મ્સ એક્ટ અંતર્ગત દોષી જાહેર કર્યો હતો. દિલ્હીમાં 2008માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરીઝ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીનન સાથે કથિત રીતે જોડાયેલા ખાનને મોતની સજા આપવા અનુરોધ કર્યો હતો. પોલીસે કહ્યું કે આ માત્ર હત્યાનો કેસ નથી, પરંતુ ન્યાયની રક્ષા કરનારા કાયદાના પ્રવર્તન અધિકારીની હત્યાનો કેસ છે.
કોર્ટે 2008માં બાટલા હાઉસ અથડામણ દરમિયાન થયેલી શર્માની હત્યા અને અન્ય ગુનાઓમાં આરિજ ખાનને આઠ માર્ચે દોષિ કરાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એ સાબિત થાય છે કે આરિજ ખાન અને તેના સાથિઓએ પોલીસ અધિકારી પર ગોળી ચલાવી અને તેની હત્યા કરી.
દક્ષિણ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં 2008માં બાટલા હાઉસ અથડામણ દરમિયાન દિલ્હી પોલીસના વિશેષ નિરીક્ષક શર્માની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસના સંબંધમાં જુલાઈ 2013માં કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી શહજાદ અહમદને આજીવન કેદની સનજા સંભળાવી હતી.
આ ચૂકાદાની વિરુદ્ધમાં અહમદની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આરિજ ખાન ઘટનાસ્થળ પરથી ભાગ્યો હતો અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ખાન 14 ફેબ્રુઆરી 2018માં પકડાયો અને ત્યારથી તેના પર કેસ ચાલી રહ્યો છે.