(Source: ECI/ABP News/ABP Majha)
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલે એનઆઇએ બે મુખ્ય આરોપીઓની તસવીરો જાહેર કરી હતી
Bengaluru cafe blast: બેંગલુરુ રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલે એનઆઇએ બે મુખ્ય આરોપીઓની તસવીરો જાહેર કરી હતી અને આરોપીઓની જાણકારી આપનારને 10-10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરાઇ હતી.
NIA declares a reward of Rs 10 lakhs each against two wanted accused Abdul Matheen Ahmed Taahaa and Mussavir Hussain Shazib involved in the Rameshwaram Cafe blast case, in Bengaluru on 1st March. pic.twitter.com/hCQ8VCYxEA
— ANI (@ANI) March 29, 2024
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ બેંગલુરુમાં રામેશ્વર કેફે બ્લાસ્ટમાં બે શકમંદો પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે. NIAએ કહ્યું છે કે બંને શંકાસ્પદોની ઓળખ કરનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં બે શકમંદો વિશે માહિતી આપનાર 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
કેફેમાં આઈઈડી પ્લાન્ટ કરનાર મુસાવીર હુસૈન શાજિબ અને ષડયંત્રમાં સામેલ અબ્દુલ માથિન તાહા પર NIAએ 10-10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. નોંધનીય છે કે બંન્ને 2020ના આતંકવાદ કેસમાં પહેલાથી જ વોન્ટેડ છે. NIAએ તેમના પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.
આ પહેલા ગુરુવારે NIAને એક મોટી સફળતા મળી હતી. NIAએ બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરી હતી. એનઆઇએની અનેક ટીમો દ્ધારા 18 સ્થળો પર (કર્ણાટકમાં 12, તમિલનાડુમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં એક સ્થળ) પર કાર્યવાહી બાદ મુઝમ્મિલ શરીફને બુધવારે પકડવામાં આવ્યો હતો અને તેના સાથીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
NIAએ 3 માર્ચના રોજ કેસની તપાસ શરૂ કરી હતી. એજન્સીએ અગાઉ મુસાવીર શાજીબ હુસૈનને વિસ્ફોટને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે ઓળખાવ્યો હતો. અન્ય કાવતરાખોર અબ્દુલ મથિન તાહા પણ ઓળખ કરવામાં આવી છે, આરોપીઓ હાલ ફરાર હોવાનું કહેવાય છે.