શોધખોળ કરો
Advertisement
ભારતના આ નશીલા પદાર્થને યુ.એન.માં દવા તરીકે માન્યતા મળી, ભારતનો વિરોધ ના ચાલ્યો
યુએનના કાયદા અનુસાર, નોન-મેડિકલ યુઝ માટે ભાંગ હજુ પણ એક પ્રતિબંધિત ડ્રગ જ ગણાશે.
યુ.એનઃ સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વાર ભાંગને દવા તરીકે માન્યતા અપાતાં ભારતની પીછેહઠ થઈ છે. ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો પણ ભારતનો વિરોધ ચાલ્યો નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિષ્ણાતોએ ભાંગનો દવામાં સમાવેશ કરવાની કરેલી ભલામણ બાદ યુ.એન.માં તેના પર મતદાન કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઠરાલની તરફેણમાં મતદાન બાદ યુએનના કમિશન ફોર નાર્કોટિક ડ્રગ્સે ભાંગને નશીલા પદાર્થોના લિસ્ટમાંથી હટાવી દીધી છે. આ લિસ્ટમાં એવા ડ્રગ્સ છે કે જેની લત લાગી જાય અને મનુષ્યોના આરોગ્ય માટે બહુ જ જોખમી હોય તથા જેમના મેડિકલ ફાયદા સાવ ઓછા કે નહિવત્ હોય. હવે ભાંગને આ લિસ્ટમાંથી હટાવી લેવાઈ છે.
યુએનના કાયદા અનુસાર, નોન-મેડિકલ યુઝ માટે ભાંગ હજુ પણ એક પ્રતિબંધિત ડ્રગ જ ગણાશે. ભાંગને પ્રતિબંધિત માદક પદાર્થોના લિસ્ટમાંથી હટાવવા યુએને મતદાન કરાવ્યું હતું, જેમાં 27 દેશે તરફેણમાં અને 25 દેશે વિરુધ્ધમાં મતદાન કર્યું. આ ઐતિહાસિક વોટિંગ દરમિયાન અમેરિકા અને બ્રિટને ફેરફારની તરફેણમાં મતદાન કર્યું, યુએનના આ નિર્ણય બાદ ભાંગમાંથી બનેલી દવાઓના ઉપયોગમાં વધારો જોવા મળી શકે છે.
આ ઉપરાંત ભાંગ સંબંધી સાયન્ટિફિક રિસર્ચને પણ ઘણું પ્રોત્સાહન મળી શકે છે. યુએનના આ નિર્ણય બાદ ઘણા દેશો ભાંગ અને ગાંજાના ઉપયોગ અંગે તેમની પોલિસીમાં ફેરફાર કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ભાંગ અને ગાંજાના મેડિકલ ફાયદા અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલ 50થી વધુ દેશોએ ભાંગને દાક્તરી સારવારમાં મંજૂરી આપીને તેના ઉપયોગને કાયદેસરતા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement