શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બ્રાઝીલને સ્વદેશી 'કોવેક્સીન'ની સપ્લાઈ કરશે ભારત, વેક્સીનને લઈને બંને દેશો વચ્ચેની સમજૂતી પર લાગી મહોર
ભારતમાં તૈયાર સ્વદેશી વેક્સીનને હવે બ્રાઝીલમાં સપ્લાઈ કરવામાં આવશે. કોવેક્સીન તૈયાર કરનારી દવા બનાવતી કંપની ભારત બાયોટેકે આ વાતની જાહેરાત કરી છે.
ભારતમાં તૈયાર સ્વદેશી વેક્સીનને હવે બ્રાઝીલમાં સપ્લાઈ કરવામાં આવશે. કોવેક્સીન તૈયાર કરનારી દવા બનાવતી કંપની ભારત બાયોટેકે આ વાતની જાહેરાત કરી છે. વેક્સીનને સપ્લાઈ કરવા માટે પ્રીસિસા મેડિકામેંટો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રીસિસા મેડિકોમેંટોની એક ટીમે કેટલાક સપ્તાહ પહેલા ભારત બાયોટેકનનો પ્રવાસ કર્યો હતો એટલે સંભવિત કોવેક્સીના સપ્લાઈને લઈ ચર્ચા કરવામાં આવી શકે. ટીમે હૈદરાબાદના જીનોમ વેલી સ્થિત ભારત બાયોટેકની ઓફિસમાં 7 અને 8 જાન્યુઆરીએ ડૉક્ટર કૃષ્ણા ઈલા સાથે મળી ચર્ચા કરી.
આ ચર્ચા દરમિયાન ભારતમાં તૈનાત બ્રાઝીલના રાજદૂત આંદ્રે અરણા કોરંગા ડૂ લોગો પણ વર્ચ્યૂલ રીતે આ બેઠકમાં જોડાયા હતા. તેમણે બ્રાઝીલ સરકાર તરફથી કોવેક્સીનની ખરીદીને લઈ ઈચ્છા વ્યક્ત કરી.
સૈદ્ધાંતિક રીતે સામાન્ય માણસને વેક્સીન આપવા માટે બ્રાઝીલ સરકાર તરફથી સીધી ખરીદી કરવામાં આવશે. બ્રાઝીલના રેગુલેટરી ઓથોરિટી ANVISA તરફથી તેની મંજૂરી બાદ આ બઝારમાં ઉપયોગ માટે આવશે.
.......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion