MP : અભિનંદન જેવી મુંછો રાખનાર ભોપાલના પોલીસ કોન્સ્ટેબલ થયા સસ્પેન્ડ, મુંછો કાઢવાનો કેમ કર્યો ઇનકાર?
મધ્ય પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણાને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમને પોતાની લાંબી મૂંછોને કારણે સસ્પેન્ડ થવું પડ્યું છે. રાકેશ રાણાની મૂંછ અભિનંદન વર્તમાનની મૂંછ જેવી જ છે.
ભોપાલઃ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણાને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમને પોતાની લાંબી મૂંછોને કારણે સસ્પેન્ડ થવું પડ્યું છે. રાકેશ રાણાની મૂંછ ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂંછ જેવી જ છે. જોકે, અધિકારીઓને રાકેશની મૂંછ પસંદ ન આવી અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હવે મુંછોને કારણે સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલ ચર્ચામાં આવ્યા છે. તેમને તેમના સાથી કર્મચારીઓ પણ અભિનંદન કહીને બોલાવતા હતા. કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન નથી કર્યું. રાકેશે કહ્યું કે, સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂંછ તો નહીં મુંડાવું. સર, પોલીસની નોકરીમાં મૂંછ સારી લાગે છે. લાગે છે કે આ પોલીસનો જવાન છે.
નોંધનીય છે કે, કોન્સ્ટેબલ રાકેશ રાણા એમપી પૂલ ભોપાલ કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. બે દિવસ પહેલા સસ્પેન્શનનો આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો છે. આદેશ પ્રમાણે, રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરાતા ખ્યાલ આવ્યો કે તેમના વાળ વધી ગયા છે. મૂંછ પણ અજીબ જ શેપમાં છે. તેનાથી ટર્નઆઉટ સારો નથી દેખાતો. રાકેશને ટર્નઆઉટ યોગ્ય કરવા માટે વાળ અને મૂંછ વ્યવસ્થિત રીતે કપાવવાના નિર્દેશ અપાયા હતા. રાકેશે આદેશનું પાલન કર્યું ન હતું. આ યુનિફોર્મની સેવામાં અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે. આ કારણે જ તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરાય છે.
યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે. રાજકોટમાં અત્યાર સુધીમાં બે ભાજપના મોટા નેતા અને એક યુવક કોંગ્રેસના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.