CBIની મોટી કાર્યવાહી, જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસમાં RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ
CBI Arrested Sandip Ghosh: કોલકાતા રેપ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી કરતા CBIએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. અગાઉ તેમની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
Kolkata Rape Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની બળાત્કાર-હત્યા(Kolkata Rape Murder Case)ના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ શનિવારે (14 સપ્ટેમ્બર) આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ(Sandip Ghosh)ની ધરપકડ કરી હતી. તે 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
#WATCH | West Bengal: In the Kolkata's RG Kar Medical College rape-murder case of a trainee doctor, the former principal of the college Sandip Ghosh and Abhijit Mondal, officer-in-charge of Tala police station have been arrested by CBI
— ANI (@ANI) September 14, 2024
Junior doctors protesting at the Swasthya… pic.twitter.com/PDh9EdoGM0
આ અગાઉ, સીબીઆઈએ નાણાકીય ગેરરીતિના કેસમાં પૂર્વ આચાર્યની ધરપકડ કરી હતી. હવે રેપ-મર્ડર કેસમાં નવેસરથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના એસએચઓ અભિજીત મંડલની એફઆઈઆર નોંધવામાં વિલંબ અને આરજી કર રેપ કેસની તપાસમાં પુરાવા ગાયબ કરવાના આરોપ બદલ ધરપકડ કરી છે. સંદીપને રવિવારે સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ
સૂત્રોના જણાવ્યા અનુસાર, CBI તપાસમાં સામે આવ્યું છે કે સંદીપ ઘોષ અને કોલકાતા પોલીસના SHO બંને કથિત રીતે તપાસમાં વિલંબ કરવામાં અને પુરાવા સાથે છેડછાડ કરીને ન્યાયમાં અવરોધ ઉભો કરવામાં સામેલ હતા. આ મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે નાણાકીય અનિયમિતતાના કેસમાં સંદીપ ઘોષ અને અન્ય ત્રણને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
સંદીપ ઘોષને એકાંત કોટડીમાં રાખવામાં આવ્યા હતા
ઘોષને હાલમાં પ્રેસિડેન્સી સેન્ટ્રલ જેલમાં એક અલગ કોટડીમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેને આ સપ્તાહની શરૂઆતમાં લાવવામાં આવ્યો હતો. સીબીઆઈ દ્વારા 2 સપ્ટેમ્બરે સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે કેમ્પસમાં એક જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા બાદ કેસની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય જુનિયર ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા કરતા પહેલા તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ મામલે દેશભરના તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચોઃ