Chandrayaan 3: ઇસરોને ચંદ્ર પર મોટી સફળતા, વિક્રમ લેન્ડરને 40 સેમી જેટલું ઉપર ઉઠાવી ફરીથી કરાવ્યુ લેન્ડ, જુઓ વીડિયો
સોમવારે એક એક્સ પૉસ્ટમાં, ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ફરીથી ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કર્યું છે. ખરેખરમાં વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક હૉપ ટેસ્ટ એટલે કે જમ્પ ટેસ્ટ કર્યો હતો.
Chandrayaan 3 Lander Vikram: ચંદ્રયાન-3એ ફરી એકવાર ચંદ્રમાં પર કમાલ કર્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્ર પર માનવ મોકલવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ઈસરોએ કહ્યું છે કે, ચંદ્રયાન-3 હેઠળ ચંદ્ર પર ઉતરેલા લેન્ડર વિક્રમે સફળ પ્રયોગ કર્યો છે. લેન્ડરે તેનું એન્જિન કમાન્ડ પર શરૂ કર્યું, ઉપાડ્યું અને અમુક અંતરે સફળતાપૂર્વક લેન્ડ થયું.
સોમવારે એક એક્સ પૉસ્ટમાં, ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ફરીથી ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કર્યું છે. ખરેખરમાં વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક હૉપ ટેસ્ટ એટલે કે જમ્પ ટેસ્ટ કર્યો હતો. આ અંતર્ગત ISROના આદેશ પર વિક્રમ લેન્ડરે એન્જિન શરૂ કર્યું અને અપેક્ષા મુજબ 40 સેમી ઊંચું કર્યું અને પછી ફરીથી 30-40 સેમી દૂર ઉતર્યું. એજન્સીએ આ પ્રક્રિયાને કિક-સ્ટાર્ટ ગણાવી છે.
ઇસરોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, વિક્રમ લેન્ડર તેના મિશન ઉદ્દેશ્યોથી આગળ વધી ગયું છે. તેણે હૉપ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ISROએ કહ્યું કે આદેશ મળતાં તેણે એન્જિન શરૂ કર્યું, અપેક્ષા મુજબ લગભગ 40 સેમી ઊંચું કર્યું અને 30-40 સેમીના અંતરે સુરક્ષિત રીતે ઉતર્યું.
Chandrayaan-3 Mission:
🇮🇳Vikram soft-landed on 🌖, again!
Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI — ISRO (@isro) September 4, 2023
ઈસરોએ કહ્યું કે આ પ્રયોગ ભવિષ્યમાં લેન્ડર અને માનવ મિશનની વાપસી માટે ઘણું મહત્વ ધરાવે છે. આ પ્રયોગ પછી લેન્ડર વિક્રમની તમામ સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે. પરીક્ષણ દરમિયાન, ChaSTE અને ILSA ને આદેશો આપીને લેન્ડર પરનો પેલોડ ફોલ્ડ કરવામાં આવ્યો હતો અને સોફ્ટ લેન્ડિંગ પછી ફરીથી ગોઠવવામાં આવ્યો હતો. ઈસરોએ કહ્યું કે આ પ્રયોગ સાથે, ચંદ્રયાન-3 મિશન અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે.
RIP Madam 😢😥😰#Chandrayaan_3 pic.twitter.com/lGVIz1zwOT
— Mr.Chinraasu😎😎 (@GokulRajKongu3) September 4, 2023
Another amazing footage of Earth during a spacewalk on ISS / International Space Station#InternationalSpaceStation #SpaceX #NASA #ISRO #Roscosmos #SpaceExploration #Chandrayaan3 #Chandrayaan_3 #VikramLander #ISS #Space #Science pic.twitter.com/uV0KDjQXfg
— Tom Kopca (@t0mk0pca) August 27, 2023