NEWS: મ્યૂઝિક કૉન્સર્ટમાં બૉમ્બમારો, સિંગર સહિત 80 લોકો પળવારમાં ઉતરી ગયા મોતને ઘાટ, સેનાની જ ક્રૂરતા
આ ઘટના અંગે કાચિન આર્ટસ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અહીં રવિવારે રાત્રે મોટો હવાઈ હુમલો થયો હતો,
NEWS: મ્યાંનમારની સેનાની વધુ એક ક્રૂરતા સામે આવી છે. મ્યાંનમારે પોતાના જ લોકો પર એર સ્ટ્રાઇક કરી દીધી છે, આ હવાઇ હુમલામાં સિંગર સહિત 80 લોકો પળવારમાં જ મોતને ઘાટ ઉતરી ગયા છે, જ્યારે અન્ય 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, જે કાચિન જાતીય અલ્પસંખ્યક ગૃપની વર્ષગાંઠ સમારોહ ઉજવી રહ્યાં હતા. સેનાએ અહીં એકાએક બૉમ્બમારો કરતાં ભારે ક્રૂરતાના દ્રશ્યો સામે આવ્યા હતા. રિપોર્ટ છે કે સમારોહ સ્થળ પર સેનાએ વિમાનમાંથી 4 મોટા બૉમ્બ ફોડ્યા હતા.
આ ઘટના અંગે કાચિન આર્ટસ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અહીં રવિવારે રાત્રે મોટો હવાઈ હુમલો થયો હતો, જેમાં 80 લોકો માર્યા ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, સ્થળ પર લશ્કરી વિમાનોમાંથી ચાર બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. મ્યાનમારની આ હિંસા અંગે ચર્ચા કરવા દક્ષિણ પૂર્વ એશિયન દેશોના વિદેશ મંત્રીઓ ઈન્ડોનેશિયામાં એક વિશેષ બેઠક યોજવાના છે, તે અગાઉ જ આ ઘટનાને અંજામ આપવામા આવ્યો છે. પહેલીવાર આટલી મોટી જાનહાનિ થઇ છે. મિલિટરી ગવર્નમેન્ટ ઇન્ફર્મેશન ઑફિસે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે, કાચિન સ્વતંત્રતા આર્મીની 9મી બ્રિગેડના મુખ્યમથક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને કાચિન જૂથ દ્વારા કરવામાં આવેલા "આતંકવાદી" કૃત્યોના જવાબમાં "જરૂરી ઓપરેશન" ગણાવ્યું હતું.
મ્યાનમારમાં યુએન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, તે હવાઈ હુમલાના અહેવાલોથી "ખૂબ જ ચિંતિત અને દુઃખી" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નિઃશસ્ત્ર નાગરિકો સામે સુરક્ષા દળો દ્વારા બળનો ઉપયોગ અસ્વીકાર્ય છે અને જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ. નોંધનીય છે કે, મ્યાનમારમાં વંશીય લઘુમતીઓ દ્વારા સ્વાયત્તતાની માંગણીઓ દાયકાઓથી ફગાવી દેવામાં આવી છે.
Myanmar: મ્યાંનમારમાં હવાઇ હુમલામાં 7 બાળકો સહિત 13 લોકોના મોત, જાણો વિગતે
બેન્કોકઃ મ્યાંનમારમાં સરકારી હેલિકૉપ્ટરોએ એક સ્કૂલ અને ગાંમ પર હુમલો કર્યો છે. જેમાં સાત બાળકો સહિત 13 લોકોના મોત થઇ ગયા છે. સ્કૂલ પ્રશાસક અને એક સહાયતા કર્મીએ સોમવારે આ જાણકારી આપી છે. દેશના બીજા સૌથી મોટા ળહેર મંડાળથી લગભગ 110 કિમી દુર તબાયિનના લેટ યૉન કોન ગાંમમાં શુક્રવારે આ હુમલો થયો. સ્કૂલની એક પ્રસાશકે કહ્યું કે, ગામના ઉત્તેરે મંડરાઇ રહેલા ચારમાંથી બે એમ આઇ -35 હેલિકૉપ્ટરોએ મશીનગનો અને ભારે હથિયારોથી સ્કૂલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતુ, તો વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર તરત જ ખસેડી દેવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે સ્કૂલમાં 6 બાળકોના મોત થઇ ગયા અને એક ગાંમમા 13 વર્ષીય છોકરાની પણ ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી.
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલા તખ્તાપલટ બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. મ્યાનમારમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં પણ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2021ના તખ્તાપલટ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે તેનું વિદેશી દેવું વધ્યું છે અને કોવિડ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર કરી છે.
હજારો લોકો દેશ છોડી રહ્યાં છે. ત્યાંના લોકો હાલ ભારતમાં આશરો લઈ રહ્યાં છે. ભારતમાં મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે. ગયા મહિને મિઝોરમના એક સ્થાનિક નેતાએ આ અંગે માહિતી આપી હતી. જોખાવથર ગ્રામ પરિષદના પ્રમુખ લાલમુઆનપુઈયાએ એક ખાનગી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, રવિવારથી મ્યાનમારમાંથી સેંકડો લોકો મિઝોરમમાં પ્રવેશી ચૂક્યા છે.