Bihar Election Results 2025: વોટબેંક માટે ઘૂસણખોરોને..., બિહારમાં પ્રચંડ જીત બાદ અમિત શાહનું પ્રથમ નિવેદન
બિહાર વિધાનસભા ચૂંટણીના વલણોમાં NDAની પ્રચંડ જીત પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

Bihar Election Result: બિહાર વિધાનસભા ચૂંટણીના વલણોમાં NDAની પ્રચંડ જીત પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વિકસિત બિહારમાં વિશ્વાસ રાખનારા તમામ બિહારવાસીઓની જીત છે. ગૃહમંત્રીએ કહ્યું કે જંગલરાજ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારા ભલે ગમે તે વેશમાં આવે, તેમને લૂંટવાની તક મળશે નહીં.
તેમણે કહ્યું, "બિહારના લોકોનો એક-એક મત ભારતની સુરક્ષા અને સંસાધનો સાથે રમત રમતા ઘુસણખોરો અને તેમની સહાનુભૂતિ ધરાવતા લોકો વિરુદ્ધ મોદી સરકારની નીતિમાં વિશ્વાસનું પ્રતીક છે. વોટબેંક માટે ઘૂસણખોરોને બચાવનારાને જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે. બિહારના લોકોએ સમગ્ર દેશનો મૂડ પ્રતિબિંબિત કર્યો છે. મતદાર યાદી શુદ્ધિકરણ આવશ્યક છે અને તેની સામે રાજકારણ માટે કોઈ સ્થાન નથી. તેથી જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે બિહારમાં છેલ્લા સ્થાને આવી ગઈ છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને NDAના તમામ નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, "આ દરેક બિહારવાસીની જીત છે. જનતા હવે ફક્ત Politics of performance આધાર પર પોતાનો જનાદેશ આપે છે. પોતાના અથાગ પરિશ્રમથી આ પરિણામ લાવનારા બૂથથી લઈ પ્રદેશ સ્તર સુધીના તમામ ભાજપ કાર્યકરોને અભિવાદન કરું છું.
તેમણે કહ્યું, "હું બિહારની જનતા અને ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોને ખાતરી આપું છું કે જે આશા અને વિશ્વાસ સાથે તમે NDA સરકાર આ જનાદેશ આપ્યો છે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકાર વધુ સમર્પણ સાથે પૂર્ણ કરશે."
NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે
બિહાર ચૂંટણીના વર્તમાન વલણો દર્શાવે છે કે NDA 202 બેઠકો પર આગળ છે અને જીતનો આંકડો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીમાં 91 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો હોય તેવું લાગે છે. JDU 83 બેઠકો, LJP(R) 19, HAM 5 અને RLM 4 બેઠકો જીતવાનો અંદાજ છે.
પ્રારંભિક વલણો સૂચવે છે કે NDA એ નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. અત્યાર સુધીમાં, NDA બહુમતી માટે 122 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી ચૂક્યું છે. NDA હાલમાં 200 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે.





















