શોધખોળ કરો
Advertisement
બિહાર પહોંચેલા 416 પ્રવાસી મજૂર કોરોના સંક્રમિત, કુલ આંકડો 1000ને પાર
બિહાર સરકારનું માનીએ તો પ્રવાસી મજૂરોના બિહાર આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા બે ગણી થઈ છે.
પટના: બિહારમાં કુલ કોરોના સંક્રમિત પ્રવાસીઓની સંખ્યા 416 છે. જેમાંથી 358 પ્રવાસી છે જે ટ્રેન શરૂ થયા બાદ બિહાર પહોંચ્યા છે. બિહાર સરકારના સ્વાસ્થ્ય વિભાગે ચાર મેથી 14 મે સુધી પ્રવાસીઓનો ડેટા રિલીઝ કર્યો છે.
બિહારમાં 14મે રાત સુધી કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 999 હતી. 15 મે સવારે પાંચ નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ કુલ સંખ્યા 1005 થઈ હતી. ચાર મેથી 14 મે સુધી ટ્રેનથી કુલ બે લાખ 77 હજાર પ્રવાસી બિહાર આવી ચૂક્યા છે. બસથી કુલ 65 હજાર બિહાર આવ્યા છે.
બિહારમાં 14 મે સુધી કુલ 999 કોરોના પોઝિટિવ છે. જેમાંથી ચાર મે બાદ બિહાર આવેલા 358 પ્રવાસી પોઝિટિવ આવ્યા છે. આ આંકડો ત્યારનો છે જ્યારે 7500 પ્રવાસી મજૂરોના સેમ્પલ ટેસ્ટ થયો છે. ચાર મે પહેલા બિહારના 29 જિલ્લામાં કોરોના પ્રભાવિત હતા જ્યારે આજે 38 જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે. ચાર મે સુધી સંક્રમિતની સંખ્યા 529 હતી જે 15 મે સુધીમાં આંકડો 1000ને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 411 દર્દી સ્વસ્થ થયા છે.
બિહાર સરકારનું માનીએ તો પ્રવાસી મજૂરોના બિહાર આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા બે ગણી થઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રવાસીઓ માટે ઝોનના હિસાબે ટેસ્ટિંગ અને ક્વોરન્ટાઈન કરવાની રણનીતિ બનાવવા આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement