શોધખોળ કરો
Advertisement
Bihar Elections 2020: ચૂંટણી પહેલા BJPને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા થયા LJPમાં સામેલ, જાણો વિગત
બીજેપીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર સિંહ એલજેપીમાં સામેલ થઈ ગયા છે. દિનારાથી ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલા રાજેન્દ્ર સિંહે પક્ષ પલટો કર્યો હતો.
પટનાઃ બીજેપીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર સિંહ એલજેપીમાં સામેલ થઈ ગયા છે. દિનારાથી ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલા રાજેન્દ્ર સિંહે પક્ષ પલટો કર્યો હતો. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને તેમણે સભ્યપદ અપાવ્યું હતું. જેની સાથે ચિરાગે તેમને ચૂંટણી લડવા સિંબલ સીટ પણ આપી છે.
રાજેન્દ્ર સિંહે કેમ છોડ્યો ભાજપનો સાથ
રાજેન્દ્ર સિંહ દિનારા વિધાનસભા સીટથી ચૂંટણી લજવા માંગતા હતા, સૂત્રોના કહેવા મુજબ એનડીએ ગઠબંધનમાં આ સીટ જેડીયુના ખાતામાં ગઈ છે અને અહીંથી જેડીયૂએ મંત્રી જયકુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. સીટ ન મળવાથી નારાજ રાજેન્દ્ર સિંહે પક્ષ બદલવાનો નિર્ણય લીધો હતો.
2015માં જેડીયુ સામે લડયા હતા ચૂંટણી
2015 વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર સિંહ બીજેપીની ટિકિટ પરથી દિનારા સીટ પર ઉભા રહ્યા હતા અને જેડીયુના ઉમેદવાર જયકુમાર સિંહને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ આશરે 2700 વોટથી હાર થઈ હતી. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં આ સીટ જેડીયુના ખાતામાં જતી રહી હતી. આ સ્થિતિમાં રાજેન્દ્ર સિંહ એલજેપીમાં ચૂંટણી લડવાનો ફેંસલો કર્યો હતો.
રાજેન્દ્ર સિંહ રામજન્મ ભૂમિ આંદોલનમાં પણ સક્રિય રીતે સામેલ હતા. 2004માં ભાજપમાં જોડાયા અને બનારસમાં સંગઠન મંત્રી તરીકે કામ કર્યું. 2013થી ઝારખંડમાં પ્રદેશ સંગઠન મહામંત્રી છે. હાલ બિહાર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion