Bihar Politics: બિહારમાં રાજકીય પારો ચઢ્યો, RJD સુત્રોનો દાવો- મહાગઠબંધનમાં 118 થઇ ધારાસભ્યોની સંખ્યા, માત્ર 4ની જરૂર
બિહારમાં રાજકીય સસ્પેન્સ વધુને વધુ રસપ્રદ બની રહ્યું છે. હવે સીએમ નીતિશ કુમાર અને આરજેડી વચ્ચેનો અણબનાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે
![Bihar Politics: બિહારમાં રાજકીય પારો ચઢ્યો, RJD સુત્રોનો દાવો- મહાગઠબંધનમાં 118 થઇ ધારાસભ્યોની સંખ્યા, માત્ર 4ની જરૂર Bihar News Updates: political mercury high in bihar rjd sources claim number of mlas in grand alliance increased to 118 Bihar Politics: બિહારમાં રાજકીય પારો ચઢ્યો, RJD સુત્રોનો દાવો- મહાગઠબંધનમાં 118 થઇ ધારાસભ્યોની સંખ્યા, માત્ર 4ની જરૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/2dbf2cd949d527e67443173c30d0a46f170634652627177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar News: બિહારમાં રાજકીય સસ્પેન્સ વધુને વધુ રસપ્રદ બની રહ્યું છે. હવે સીએમ નીતિશ કુમાર અને આરજેડી વચ્ચેનો અણબનાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. દરમિયાન આરજેડીના સૂત્રોએ દાવો કર્યો છે કે મહાગઠબંધનમાં ધારાસભ્યોની સંખ્યા હવે વધીને 118 પર પહોંચી ગઈ છે, બહુમતીની જરૂરિયાત 122 છે, તેઓ બહુમતથી માત્ર 4 દૂર છે.
સીએમ નીતિશ કુમારને હટાવ્યા બાદ મહાગઠબંધનમાં ધારાસભ્યોની સંખ્યા 114 થઈ ગઈ હતી, પરંતુ હવે આરજેડીના સૂત્રો દાવો કરી રહ્યા છે કે ધારાસભ્યોની સંખ્યા 118 છે. આ માટે AIMIM, JDUના 1 અપક્ષ અને અસંતુષ્ટ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આરજેડી આ રણનીતિ પર કરી રહી છે કામ -
બિહારની વર્તમાન રાજકીય સ્થિતિને જોતા મહાગઠબંધન તૂટવાનું નિશ્ચિત માનવામાં આવે છે. તેની જાહેરાત થવાની બાકી છે. વળી, ના તો ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ કે ના તો આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ સમર્થન પાછું ખેંચવાની વાત કહી રહ્યાં છે અને ના તો તેઓ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યાં છે. કારણ કે આ વખતે લાલુ યાદવ નીતિશ કુમારને એવું કહેવાનો મોકો આપવા માંગતા નથી કે અમને રમાડવામાં આવ્યા છે. તેના બદલે આરજેડી નીતીશ કુમારની ભાજપ સાથે સરકાર બનાવવાની રાહ જોઈ રહ્યું છે, જ્યારે તેઓ ગૃહમાં તેમની યોગ્યતા સાબિત કરશે, ત્યારે તેઓ ફ્લૉર પર જ નિષ્ફળ જશે. એવું લાગે છે કે આરજેડી હાલમાં આ વ્યૂહરચના પર કામ કરી રહી છે.
નીતિશ કુમાર બીજેપીની સાથે મળીને આવી રીતે બનાવી શકે છે સરકાર
નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પાસે હાલમાં 45 ધારાસભ્યો છે. જ્યારે ભાજપના 76 ધારાસભ્યો છે અને હમની પાસે 4 ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર છે. આવી સ્થિતિમાં જો નીતિશ કુમાર ભાજપ અને હમની સાથે મળે તો તેમની પાસે 125 ધારાસભ્યો હશે, જે સરકાર બનાવવા માટે પૂરતા છે.
#WATCH | Lok Janshakti Party (Ram Vilas) president Chirag Paswan meets Union Home Minister Amit Shah and BJP National President JP Nadda, at the Union Home Minister's residence in Delhi#BiharPolitics pic.twitter.com/KoHlDupd12
— ANI (@ANI) January 27, 2024
#WATCH | BJP Bihar President Samrat Chaudhary arrives for the party's Core Committee meeting, in Patna#BiharPolitics pic.twitter.com/8F005EgbQF
— ANI (@ANI) January 27, 2024
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)