શોધખોળ કરો
Advertisement
ભાવ આસમાને છે ત્યારે ગઠીયાઓ અહીં 8.5 લાખ રૂપિયાની ડુંગળી ચોરી ગયા
ચોરીની આ ઘટના સોમવારે મોડી રાત્રે થઈ હતી. ડુંગળનું આ ગોડાઉન સુમસામ વિસ્તારમાં હતું.
નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બિહારમાં લાખો રૂપિયાની ડુંગળીની ચોરી થઈ ગઈ છે. પટનાના સોનારૂ વિસ્તારમાં ચોરોએ ડુંગળીના ગોડાઉનનું તાળું તોડ્યું અને ડુંગળીની 328 બોરી ચોરીને લઈ ગયા. આ ડુંગળની અંદાજે 8.5 લાખ રૂપિયા જેટલી કિંમત આંકવામાં આવી છે. ઉપરાંત ચોરો ગોદામમાં રાખેલા 1.73 લાખ રૂપિયા પણ લઈ ગયા.
ચોરીની આ ઘટના સોમવારે મોડી રાત્રે થઈ હતી. ડુંગળનું આ ગોડાઉન સુમસામ વિસ્તારમાં હતું. આ કારણે ચોરોને ચોરી કરવાની તક મળી ગઈ અને ડુંગળીને ટ્રકમાં લોડ કરીને ભાગી ગયા. સવારે ગોડાઉન માલિકએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. ફતુહા પોલીસે હાલમાં આ મામલે તપાસ આગળ શરૂ કરી છે.
બીજી બાજુ ડુંગળીને લઈને કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, દેશમાં ડુંગળીનો પુરવઠો પુરતો છે. રાજ્યોને ડુંગળી ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી અને ત્રિપુરાએ પહેલેથી જ ડુંગળી ખરીદી લીધી છે. દિલ્હીમાં 24 રૂપિયા કિલો ડુંગળી વેચાશે.
મંત્રીજી ભલે દેશમાં ડુંગળીનો પુરવઠો પુરતા પ્રમાણમાં હોવાનો રાગ આલાપી રહ્યા હોય પરંતુ સત્ય એ છે કે દેશમાં અનેક જગ્યાએ ડુંગળીની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી છે. અમદાવાદમાં ડુંગળીની કિંમત 60-70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
દિલ્હીમાં પણ ડુંગળીની કિંમત 60-80 રૂપિયા પ્રિત કિલોએ પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ડુંગળીની કિંમત 75-80 રૂપિયા પ્રતિ કિલો છે. ગુરુગ્રામમાં 80 રૂપિયા કિલોએ ડુંગળી વેચાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion