![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Watch: પોલીસ ડ્યૂટી કરે કે ગાડીને ધક્કો મારે? જુઓ બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો Viral Video...
જો પોલીસની ગાડી રસ્તા પર જ ખરાબ થઈ જાય તો સમય આવ્યે પોલીસ લોકોની મદદ કઈ રીતે કરી શકશે એ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે.
![Watch: પોલીસ ડ્યૂટી કરે કે ગાડીને ધક્કો મારે? જુઓ બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો Viral Video... Bihar Police Viral Video Policemen Pushing Police Vehicle In West Champaran Watch: પોલીસ ડ્યૂટી કરે કે ગાડીને ધક્કો મારે? જુઓ બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો Viral Video...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/2a6ffb6c9863c7445812134fdc88b203_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral Video: સોશિયલ મીડિયા (Social Media) ઉપર બિહાર પોલીસનો (Bihar Police) એક વીડિયોએ તહેલકો મચાવી દીધો છે. આ વીડિયોને જોઈ લોકો બિહાર પોલીસને ''ધક્કા માર પોલીસ'' કહી રહ્યા છે. આવીડિયોને જોઈને હસવાનું આવે છે અને બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થા ઉપર દયા પણ આવે છે. આ વીડિયોથી સિસ્ટમની ખામીઓ લોકોની સામે આવી છે.
પેટ્રોલિંગ ગાડીને ધક્કો મારતા પોલીસ જવાનઃ
પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બગહા પોલીસનો આ વીડિયો છે જે બિહાર પોલીસના આધુનિકીકરણના તમામ દાવાઓની પોલી ખોલી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, કઈ રીતે પોલીસની પેટ્રોલિંગ ગાડીને બિહાર પોલીસના જવાન ધક્કો મારીને ચાલુ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને જોઈને તમે બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો અંદાજ લગાવી શકો છો.
ठेलिए …ठेलिए
— Utkarsh Singh (@UtkarshSingh_) July 2, 2022
बिहार की ‘धक्का-मार’ पुलिस pic.twitter.com/p72sWTIdZO
સોશિયલ મીડિયા પર બિહારની ધક્કા માર પોલીસનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે પણ વ્યક્તિ આ વીડિયોને જુએ છે તે હસી પડે છે અને પછી સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને ગાડીનો ધક્કો મારતા જોઈને તેમના પર દયા પણ આવે છે. જો પોલીસની ગાડી રસ્તા પર જ ખરાબ થઈ જાય તો સમય આવ્યે પોલીસ લોકોની મદદ કઈ રીતે કરી શકશે એ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ
Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના કેસ વધવા સાથે શું આવ્યા ચિંતાજનક સમાચાર ? જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા ભાજપના આ ધારાસભ્ય, જાણો કોણ છે Rahul Narvekar?
IND vs ENG: ચાલુ મેચમાં કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા, જુઓ કોહલીના આક્રમક અંદાજનો વીડિયો
ઉદયપુર હત્યાકાંડમાં મોટો ખુલાસો- ઉત્તરપ્રદેશના કાનપુરથી લાવ્યા હતા હથિયાર, સ્લીપર સેલની જેમ 40 લોકો કરતા હતા કામ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)