શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં રોજ 1 લાખ જેટલા કોરોના કેસ આવે છે ત્યારે BJPના આ નેતાનો દાવો- ‘કોરોના ઇઝ ગોન’
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 45 લાખ 62 હજાર 415 થઈ ગઈ છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા દિલીપ ઘોષે દાવો કર્યો છે કે દેશમાંથી કોરોના વયો ગયો છે. ગુરુવારે એક રૈલીને સંબોધિત કરતાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ ઘોષે કહ્યું કે, “કોરોના ચોલે ગીછે (કોરોનાવાયરસ ચાલ્યો ગય). મમતા બેનર્જી માત્ર દેખાવો કરી રહી છે અને લોકડાઉન લગાવી રહી છે જેથી ભાજપ રાજ્યમાં મીટિંગ અને રેલીઓ આયોજિત ન કરી શકે. કોઈપણ અમને રોકી નહીં શકે.”
ઘોષે આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ એક લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને 2 સપ્ટેમ્બરે સતત દરરોજ 1 હજાર લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં છેલ્લા 13 દિવસમાં કોરોના વાયરસના 10 લાખ નવા કેસ સામે આવ્યા છે.
જોકે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 45 લાખ 62 હજાર 415 થઈ ગઈ છે. તેમાં 76,271 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 43 હજાર 80 થઈ ગઈ છે અને 35 લાખ 42 હજાર 663 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણના એક્ટિવ કેસી તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશકે ત્રણ ગણી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓમાં 74 ટકા દર્દી માત્ર નવ રાજ્યોમાં છે, જ્યારે કુલ મોતમાં 69 ટકા મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટક, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં થઈ છે. મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાના કુલ કેસમાં 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં સામે આવ્યા છે.
મે સુધી 64 લાખ લોકોને લાગ્યો કોરોનાને ચેપ!
ICMRએ થોડા દિવસ પહેલા નેશનલ સીરોલોજિકલ સર્વે કરાવ્યો હતો જેના પરિણામ સામે આવી ગયા છે. તેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે મેની શરૂઆત સુધીમાં 64 લાખ (64,68,388) લોકોને કોરોના વાયરસના સંપર્કમાં આવાવની વાત સામે આવી છે. તેને ટકાવારીમાં જોઈએ તો 0.73 ટકા વયસ્કો કોરોનાથી સંક્રમિત હોવાની વાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion