શોધખોળ કરો
Advertisement
યોગ દિવસ: આર્મી ડોગ યૂનિટ પર રાહુલ ગાંધીના ટ્વિટ મુદ્દે ભાજપના પ્રહાર, સેનાનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધીએ આર્મી ડોગ યૂનિટની તસવીર શેર કરીને યોગ દિવસ પર કટાક્ષ કર્યો છે. તેના પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
નવી દિલ્હી: આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ રાંચીમાં 25 હજારથી વધુ લોકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. દેશ-દુનિયામાં યોગ દિવસને લઈને ઉત્સાહ છે. ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આર્મી ડૉગ યૂનિટની એક તસ્વીર શેર કરીને યોગ દિવસ પર કટાક્ષ કર્યો છે. હવે તેના પર રાજકારણ ગરમાયું છે. આ ટ્વિટ પર ભાજપના દિગ્ગજ નેતાઓએ રાહુલ ગાંધી પર સુરક્ષા દળોના અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન મોદીના અંતર્ગત નવભારત બન્યું છે. અને રાહુલ ગાંધીના ટ્વીટથી ખુલાસો થાય છે કે તેમના હેઠળ નવી કૉંગ્રેસ બની છે.
રાહુલ ગાંધીના ટ્વિટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને સુરક્ષા દળોનું અપમાન ગણાવ્યું. શાહે ટ્વિટ કરી કહ્યું કે, ‘કૉંગ્રેસમાં માત્ર નકારાત્મકતા જ બચી છે. આજે નકારાત્મકતા ત્રિપલ તલાક બિલ મામલે પણ નજર આવી. બાદમા તેઓએ યોગ દિવસની મજાક ઉડાવી અને સેનાનું અપમાન કર્યું. આશા રાખુ છું કે સકારાત્મકતા આવે. તેનાથી સૌથી મોટા પડકાર સામે લડવામાં મદદ મળી શકે છે.
રાહુલ ગાંધીએ આર્મી ડોગ યૂનિટની તસવીર ટ્વિટ કરીને કટાક્ષ કરતા લખ્યું કે ‘ન્યૂ ઈન્ડિયા’. આ તસવીરમાં જવાનો સાથે શ્વાન પણ યોગ કરતા નજર આવી રહ્યાં છે. રાહુલ ગાંધીના આ ટ્વિટ અંગે સોશિયલ મીડિયા પર ભારે આલોચના થઈ રહી છે.Congress stands for negativity.
Today, their negativity was seen in their clear support to the medieval practice of Triple Talaq. Now, they mock Yoga Day and insult our forces (yet again!) Hoping the spirit of positivity will prevail. It can help overcome toughest challenges. https://t.co/sC00yrBcpA — Amit Shah (@AmitShah) June 21, 2019
યોગ દિવસઃ ગૃહમંત્રી અમિત શાહના સમારોહમાં લોકોએ મચાવી યોગા મેટની લૂંટ, જુઓ વીડિયો પાંચમો યોગ દિવસ રાંચીમાં કેમ મનાવ્યો? પીએમ મોદીએ ગણાવ્યા આ ત્રણ કારણ, જુઓ વીડિયોNew India. pic.twitter.com/10yDJJVAHD
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement