શોધખોળ કરો

બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં

West Bengal BJP CM face: મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારી સીએમ પદની રેસમાં સૌથી આગળ; દિલીપ ઘોષ, સમિક ભટ્ટાચાર્ય, રૂપા ગાંગુલી અને અગ્નિમિત્રા પોલના નામોની પણ જોરદાર ચર્ચા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાજપે બંગાળમાં પહેલીવાર જીત મેળવી, મુખ્યમંત્રી કોણ બનશે પ્રશ્ન.
  • સુવેન્દુ અધિકારી મમતાને હરાવી મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર.
  • દિલીપ ઘોષ, સમિક ભટ્ટાચાર્ય પણ મુખ્યમંત્રી પદની રેસમાં.
  • અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી જેવા મહિલા નેતાઓ પણ સંભવિત.

West Bengal BJP CM face: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોએ ભારતીય જનતા પાર્ટી (BJP) નું વર્ષો જૂનું સપનું પૂરું કરી દીધું છે. બંગાળમાં પહેલીવાર કમળ ખીલ્યું છે અને ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી છે. પરંતુ આ ઐતિહાસિક જીત બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે બંગાળમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી કોણ બનશે? એક તરફ ભવાનીપુર બેઠક પર ખુદ મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારી છે, તો બીજી તરફ પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ પણ મુખ્યમંત્રી પદની રેસમાં જોડાયા છે. ચાલો જાણીએ કે આ ખુરશી માટે કોનાં નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યાં છે અને સમીકરણો શું કહે છે.

આપણે બધા જાણીએ છીએ કે ભાજપ મોટાભાગે રાજ્યોની ચૂંટણીમાં અગાઉથી કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતી નથી. બંગાળમાં પણ આવું જ થયું અને આખી ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર જ લડવામાં આવી હતી. પીએમ મોદીએ પોતે બંગાળમાં રેલીઓનો ધમધમાટ બોલાવ્યો હતો અને છેલ્લા એક મહિનાથી એક સામાન્ય કાર્યકરની જેમ પ્રચાર કર્યો હતો. જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળના મુખ્યમંત્રી કોઈ 'બંગાળી' નેતા જ હશે.

આ રેસમાં સૌથી પહેલું અને મજબૂત નામ સુવેન્દુ અધિકારીનું છે. બંગાળના રાજકારણમાં તેમની ગ્રાઉન્ડ લેવલની સમજ અને જબરદસ્ત નેટવર્ક તેમને આ રેસમાં સૌથી આગળ રાખે છે. તેમણે સળંગ બે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સીધો પડકાર આપીને તેમને હરાવ્યા છે. આ વખતે પણ તેમણે ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનર્જીને મોટા અંતરથી હરાવીને પોતાનું કદ ખૂબ વધારી લીધું છે. જોકે, નારદા સ્ટિંગ ઓપરેશનમાં તેમનું નામ હોવું એ તેમના મુખ્યમંત્રી બનવાના રસ્તામાં એક મોટો અવરોધ બની શકે છે.

બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા

ભાજપમાં બીજું એક મોટું નામ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષનું છે. પાર્ટી સંગઠન પર તેમની પકડ ખૂબ જ મજબૂત છે, જેથી હાઈકમાન્ડ તેમને આ મોટી જવાબદારી સોંપી શકે છે. આ સાથે જ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યનું નામ પણ સીએમ પદ માટે વિચારણા હેઠળ છે. તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ આ ઐતિહાસિક વિધાનસભા ચૂંટણી જીતી છે, તેથી તેમની દાવેદારી પણ ઘણી મજબૂત માનવામાં આવે છે.

મહિલા નેતાઓની વાત કરીએ તો, ફેશન ડિઝાઈનરમાંથી રાજકારણી બનેલા અગ્નિમિત્રા પોલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ તેમજ સોનારપુર દક્ષિણના ધારાસભ્ય રૂપા ગાંગુલીના નામો પર પણ પાર્ટી મંથન કરી શકે છે. અગ્નિમિત્રા પોલ તેમના બોલ્ડ અને સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતા છે, જ્યારે રૂપા ગાંગુલીએ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ગ્રાઉન્ડ લેવલ પર ઘણું કામ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ આખરે કોના નામ પર મહોર મારે છે.

કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે?

આ ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી પદ માટે સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને સમિક ભટ્ટાચાર્ય જેવા નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે.

શું ભાજપ મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત અગાઉથી કરે છે?

સામાન્ય રીતે, ભાજપ રાજ્યોની ચૂંટણીમાં અગાઉથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતી નથી. બંગાળમાં પણ વડાપ્રધાન મોદી અને અમિત શાહના ચહેરા પર ચૂંટણી લડવામાં આવી હતી.

શું મુખ્યમંત્રી બંગાળી નેતા જ હશે?

હા, અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળના મુખ્યમંત્રી કોઈ 'બંગાળી' નેતા જ હશે.

સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદની રેસમાં કેમ આગળ છે?

સુવેન્દુ અધિકારીનું બંગાળના રાજકારણમાં મજબૂત નેટવર્ક છે અને તેમણે ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવીને પોતાની તાકાત સાબિત કરી છે.

મહિલા નેતાઓમાં કોના નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઈ રહ્યા છે?

અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલી જેવા મહિલા નેતાઓના નામ પર પણ પાર્ટી વિચારણા કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget