શોધખોળ કરો

મધ્ય પ્રદેશનાં હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 60થી વધુ ઘરોમાં લાગી આગ, 6 ના મોત અને 40થી વધુ લોકો ઘાયલ

જોરદાર વિસ્ફોટોના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.

MP Fire News: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો અને તે પછી જોરદાર ધડાકા સાથે જોરદાર આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં 500 થી 700 લોકો કામ કરતા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ ઘટનાની માહિતી લીધી છે.

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે. શહેરના મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં ફટાકડા માટે રાખવામાં આવેલા ગનપાઉડરમાં આગ લાગતાની સાથે જ જોરદાર વિસ્ફોટોથી લગભગ 20 કિલોમીટર સુધી લોકોના ઘરો હચમચી ઉઠ્યા હતા.

જોરદાર વિસ્ફોટોના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

તે જ સમયે, આ ઘટના પછી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે હરદામાં આગની ઘટના અંગે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે. મુખ્યમંત્રીએ ઘટનાની સ્થિતિને સમજવા માટે મહત્વની બેઠક બોલાવી છે.

જોરદાર વિસ્ફોટ બાદ લોકો દોડતા જોવા મળ્યા હતા

આ ઘટના બાદ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના મકાનોમાં આજની તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે ફટાકડાની ફેક્ટરીમાં લગભગ 500 લોકો હાજર હતા.

નર્મદાપુરમથી અનેક ફાયર ગાડી પહોંચી રહી છે

હરદા ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને નર્મદાપુરમથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરદા મોકલવામાં આવી રહી છે. નર્મદાપુરમથી પણ સ્ટાફ હરદા જવા રવાના થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડ અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે હરદા માટે રવાના થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget