શોધખોળ કરો
Advertisement
BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે
પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ 6ટકાથી નીચે આવી ગયો છે અને બીજા ત્રિમાસિકમાં તે વધુ ઘટવાની આશંકા છે.
થોડા સપ્તાહ પહેલા જે કંઈ ચીજો જઈ તે લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. જે એવી ધારણા અંતર્ગત હતી કે ભારત આર્થિક રીતે ખૂબ સારું કરી રહ્યું હતું પરંતુ સ્પષ્ટ રીતે દરેક ચીજો સંકટમાં છે અને નીતિ આયોગના અધ્યક્ષે કહ્યું કે 2019માં ભારત જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે અભૂતપૂર્વ હતી. વ્યાપાર કરવા માટે ધનની ઉપલબ્ધતા 70 વર્ષમાં સૌથી ઓછી હતી. જે વ્યવસ્થામાં વિશ્વાસની કમીના કારણે હતી.
પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ 6ટકાથી નીચે આવી ગયો છે અને બીજા ત્રિમાસિકમાં તે વધુ ઘટવાની આશંકા છે. નાણા મંત્રીએ કેટલાક મહિના પહેલા લીધેલા ફેંસલાને પરત લેવાનો કે ઉલટફેર કરવાના ઉપાયોની જાહેરાત કરી. ઉદાહરણ તરીકે, આ બજેટમાં રોકાણકારો પર નાંખવામાં આવેલો ટેક્સ પરત લેવામાં આવ્યો હતો, સામાજિક રીતે જવાબદાર નહીં હોવાના કારણે કંપનીઓને દંડ કરતો એક નવો કાનૂન હટાવાયો હતો. તાજેતરમાં જ સ્ટાર્ટ-અપ કંપનીઓ પર ટેક્સ પૂરી રીતે ખતમ કરી દીધો હતો. બિઝનેસ વર્લ્ડના લીડર્સને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટેક્સ અધિકારીઓ તરફથી કાર્યવાહીમાં કનડગતનો સામનો નહીં કરવો પડે.
આ નિશ્ચિત રીતે શબ્દ છે અને આપણે તેને બીજા શબ્દોમાં જોડી શકીએ છીએ જે તમામ સરકારો બોલે છે. એવો અનુભવ થાય છે કે આ નિર્ણયોને ભૂલથી લેવામાં આવ્યા છે અને તેને પરત લેવાથી જે નુકસાન થયું છે ખતમ થવામાં મદદદ મળે છે ક નહીં.
આ ઉલ્લેખ કરવાનો મારો એક પોઈન્ટ છે- અમે એક મજબૂત અને નિર્ણયાક નેતૃત્વના રૂપમાં સારી અને જોઈતી ચીજના રૂપમાં વિચારીએ છીએ. વર્તમાન રાજકીય નેતૃત્વમાં ભારતનો દાવો છે કે આ મજબૂત અને નિર્ણાયક છે. આ દાવો તેના સમર્થકો દ્વારા સ્વીકારવામાં આવે છે. આપણે જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન સંકટ, સરહદ પર સૈન્ય કાર્યવાહી, નોટબંધી જેવા કાર્યોમાં આવું નેતૃત્વ જોઈ શકીએ છીએ.
તો શું નિર્ણાયક મજબૂત અને નેતૃત્વ છે ? આ એવી ચીજો કરવાનીક્ષમતા છે બીજા આ સ્થિતિમાં કરતા સંકોચ અનુભવે છે. જ્યારે બંને તરફથી પરિણામ અસ્પષ્ટ હોય ત્યારે આ વિકલ્પ બની રહી છે. આ નિર્ણાયકનો અર્થ છે. મજબૂત નેતા દ્વારા કઈંક નક્કી કરવામા આવે છે તે અંગે આપણી સમજ વિકસાવવી જોઈએ. જ્યારે આપણે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ તેની અપીલનો ખોઈ દે છે. જે પહલા તાકાત અને દ્રઢ સંકલ્પ શક્તિનો અનુભવ કરતા હતા તે હવે બેદરકારીના રૂપમાં સામે આવે છે. ઉપરાંત જેને ઢીલ તરીકે ચિતરવામાં આવી હતી તે સાવધાનીના રૂપમાં જોઈ શકાય છે.
જ્યારે પરિણામ મળે ત્યારે નિર્ણય સારા હોય છે. મારા કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે એક વિકલ્પની સાથે સામનો કરીએ છીએ, તો હંમેશા એવું નથી જાણતા કે વિકલ્પ બી પર વિકલ્પ એની પસંદગી કરતી વખતે શું થશે. તે આપણને સકારાત્મક કે નકારાત્મક રીતે કેવી રીતે પ્રભાવિત કરશે તે તપાસવાની ક્ષમતા છે. આપણે એ પણ જોવું પડશે કે આપણી કાર્યવાહી બીજાને કેવી રીતે પ્રભાવિત કરશે અને તેઓ શું પ્રતિક્રિયા આપશે. આ વધારે મુશ્કેલ છે અને વિશેષ રીતથી યુદ્ધ અને અર્થવ્યવસ્થા જેવા મુદ્દા પર સરળ સમજમાં નથી આવતું.
આવી સ્થિતિમાં નિર્ણાયક હોવું કોઈ સંપત્તિ નથી. ડિક્શનરી આપણને જણાવે છે નિર્ણય લેવાની ક્ષમતા ને જલ્ગી અને દ્રઢતાથી દેખાડે તે નિર્ણાયક છે. આ મામલે દ્રઢતાથી જે લોકોની આપત્તિઓ કે ચિંતાઓ પર કાબૂ મેળવવાનો મતલબ છે કે તેમના કાઉંસિલ સાવધાની દાખવી રહ્યા છે. મારા દિમાગમાં આ ચીજોમાં એક પણ એસેટ ની અને મને નથી લાગતું કે નેતાઓ પાસે હોવી જોઈએ. નિર્ણાયક નેતા, વિશેષ રીતે શક્તિશાળી વ્યક્તિ, સામાન્ય રીતે આવા લોકો જેમનો વિરોધ ન કરે તેવા લોકોથી ઘેરી રાખતા હોય છે. આવું એટલા માટે કે જે લોકો સતર્ક છે અને એક અલગ દ્રષ્ટિકોણ છે. તેમને એક વ્યક્તિની સેવા કરવામાં સંતુષ્ટિ નહીં મળે, કારણકે તેઓ અલગ-અલગ છે, જેના પરિણામથી તેઓ સહમત નહીં હોય.
બીજી બાજુ જે લોકો સમાન વિચારધારાના છે તેમની પાસે અસહમત હોવાનું કોઈ કારણ નથી. નેતા સતર્ક રહે છે, જે દરેક ચીજોનો તોલમાપ કરે છે અને તેના પર પ્રતિબિંબિત કરે છે. તેથી તેને સલાહકાર પ્રાપ્ત કરવાની વધારે સંભાવના છે, જે વિરોધી દ્રષ્ટિકોણને જબરદસ્તીથી રજૂ કરશે. કારણકે તેઓ જાણે છે કે એક બૌદ્ધિક અભ્યાસમાં છે અને તેને સંભળાવી શકશે. નિર્ણાયકતા એક એવી સ્થિતિ છે, જે મુખ્ય રીતે તેના વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવી છે. તેનો મતલબ એવા લોકો સાથે જે મુખ્ય રીતે બુદ્ધિના બદલે ઝનૂન, વિશ્વાસના આધારે કામ કરે છે. તે ઊંડાઈથી કોઈ એક ચીજ અંગે દ્ઢતાથી મહેસૂસ કરે છે અને બીજાના દ્રષ્ટિકોણને મુશ્કેલીથી જુએ છે.
નિર્ણાયક નેતૃત્વ શું છે તેને સમજવા માટે આપણે વ્યવસ્થા અંગે ફરીથી તપાસ કરવી જોઈએ અને બાદમાં નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયાક પગલા પર એક નજર નાંખવી જોઈએ. જ્યારે કોર્પોરેટ ક્ષેત્ર સામેલ હોય ત્યાં ભૂલોનો જાહેરમાં સ્વીકાર કરવો જોઈએ અને તેને પરત લેવી સરળ થઈ જાય છે. જેવું કે અહીંયા કરવામાં આવ્યું છે. પરંતુ એવું સમજો કે નિર્ણાયકતાના કારણે થનારી બ્લંડર રાજનીતિ અન્ય હિસ્સામાં પણ હાજર હોય છે અને આપણને નુકસાન પહોંચાડતા રહે છે.
(નોંધઃ ઉપરોક્ત વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકનો વ્યક્તિગત વિચાર છે. એબીપી ન્યૂઝ ગ્રુપ તેની સાથે સહમત હોય તેમ જરૂરી નથી. આ લેખક સાથે સંકળાયેલા તમામ દાવા કે આપત્તિ માટે માત્ર લેખક જ જવાબદાર છે.)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement