શોધખોળ કરો
Advertisement
JNUમાં થયેલી હિંસા મુદ્દે બોલીવૂડના કલાકારોએ મુંબઈના કાર્ટર રોડ પર કર્યો વિરોધ, જાણો
મુંબઈમાં પણ આ ઘટના સામે આવ્યા બાદ ઘણા લોકોએ ગેટવે ઓફ ઇન્ડિયા પર પ્રદર્શન કર્યું હતું. બોલીવૂડ સ્ટાર્સે પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
મુંબઈ: જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી માં રવિવારે થયેલ હિંસા મુદ્દે દેશભરમાં વિરોધ યથાવત છે. જેએનયુ કેમ્પસમાં બુર્ખાધારી ગુંડાઓ દ્વારા કરવામાં આવેલ તોડફોડ અને મારપીટ બાદ દેશના ઘણા રાજ્યો અને યુનિવર્સિટીઓમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પણ આ ઘટના સામે આવ્યા બાદ ઘણા લોકોએ ગેટવે ઓફ ઇન્ડિયા પર પ્રદર્શન કર્યું હતું. બોલીવૂડ સ્ટાર્સે પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
બોલીવૂડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, તાપસી પન્નુ, દિયા મિર્જા, ડાયરેક્ટર અનુભવ સિન્હા, રિચા ચઢ્ઢા, રાહુલ બોસ, જોયા અખ્તર, ગૌહર ખાન, રીમા કાગતી, અલી ફઝલ જેવા ઘણા સ્ટાર્સ મુંબઈના કાર્ટર રોડ પર જેએનયૂમાં થયેલી હિંસા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં અભિનેત્રી રિચા ચઢ્ઢા પ્લેકાર્ડ સાથે જોવા મળી હતી. આ અગાઉ અનુભવ સિન્હાએ સુધીર મિશ્રા, વિશાલ ભારદ્વાજ, જોયા અખ્તર, દિયા મિર્જા અને અંકુર તિવારી જેવા સ્ટાર્સ સાથે મળી મુંબઈ પોલીસ પાસેથી પ્રોટેસ્ટ માટે પરવાનગી લીધી હતી.
આ પ્રોટેસ્ટમાં ઘણા સ્ટાર્સે પોતાની વાત રાખી અને મ્યુઝીક અને પોએટ્રી સાથે આ વિરોધ કર્યો હતો. આ બાબતમાં સોશિયલ મીડિયા પર વરુણ ધવન, આલિયા ભટ્ટ, અનીલ કપૂર અને સોનમ કપૂર જેવા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement