શોધખોળ કરો

જાતીય સતામણીના આરોપીને Bombay High Court આપ્યા જામીન, કહ્યું- હોઠ પર કીસ કરવી, પ્રેમથી સ્પર્શ કરવો એ અકુદરતી ગુનો નથી

આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પ્રભુદેસાઈએ આરોપીને જામીન આપતાં કહ્યું કે સગીર યુવકની મેડિકલ તપાસ તેના જાતીય શોષણના આરોપને સમર્થન આપતી નથી.

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે જાતીય શોષણ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આરોપી યુવકને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે હોઠને ચુંબન કરવું અને પ્રેમથી કોઈને સ્પર્શ કરવો એ ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ અકુદરતી ગુનો નથી. સગીર યુવકના પિતાની ફરિયાદ બાદ પોલીસે ગયા વર્ષે આરોપીની ધરપકડ કરી હતી. જેને હવે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં, આરોપીઓ સામે બાળ જાતીય અપરાધ સંરક્ષણ (પોક્સો) અધિનિયમની વિવિધ કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સગીર યુવક ઓનલાઈન ગેમ ઓલા પાર્ટી રિચાર્જ કરવા માટે મુંબઈના ઉપનગરમાં આવેલી આરોપી વ્યક્તિની દુકાને જતો હતો. સગીર યુવકના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, એક દિવસ જ્યારે સગીર યુવક ગેમ રિચાર્જ કરવા માટે આરોપી વ્યક્તિની દુકાન પર ગયો ત્યારે આરોપીએ તેના હોઠને ખોટી રીતે કિસ કરી અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. જે બાદ યુવકના પિતાએ આરોપી દુકાનદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે શું કહ્યું?

આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પ્રભુદેસાઈએ આરોપીને જામીન આપતાં કહ્યું કે સગીર યુવકની મેડિકલ તપાસ તેના જાતીય શોષણના આરોપને સમર્થન આપતી નથી. ઉપરાંત, ન્યાયાધીશે કહ્યું કે આરોપી વ્યક્તિને POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ પાંચ વર્ષની સજા થઈ શકે છે અને તેને જામીન આપી શકાય છે.

કેસની સુનાવણી કરતા જજે કહ્યું કે આ કેસમાં અકુદરતી સેક્સનો મામલો પ્રથમ દૃષ્ટિએ લાગુ પડતો નથી. આ ઉપરાંત, આરોપી વ્યક્તિ છેલ્લા એક વર્ષથી પોલીસની કસ્ટડીમાં છે અને ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા ઓછી છે. કોર્ટે કહ્યું કે, આ કેસ સાથે જોડાયેલા તથ્યોને ધ્યાનમાં રાખીને આરોપી વ્યક્તિ જામીન માટે હકદાર છે. કોર્ટે આરોપીને રૂ. 30,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવાનો આદેશ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
lifestyle: દક્ષિણ તરફ પગ રાખીને કેમ ન સૂવું જોઈએ, જાણો શું કહે છે શાસ્ત્ર

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Embed widget