Ambani Family Baby Girl Birth: મુકેશ અંબાણીના ઘરે આવી નાની પરી, શ્લોકા અંબાણીએ દિકરીને આપ્યો જન્મ
Ambani Family Baby Girl Birth: મુકેશ અંબાણીના ઘરે એક નાનકડી પરી આવી છે. તેમની મોટી વહુ શ્લોકા અંબાણીએ બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાનું આ બીજું સંતાન છે. તેમને પૃથ્વી અંબાણી નામનો 2 વર્ષનો પુત્ર પણ છે.
Ambani Family Baby Girl Birth: મુકેશ અંબાણીના ઘરે એક નાનકડી પરી આવી છે. તેમની મોટી વહુ શ્લોકા અંબાણીએ બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાનું આ બીજું સંતાન છે. તેમને પૃથ્વી અંબાણી નામનો 2 વર્ષનો પુત્ર પણ છે. અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્લોકા મહેતાની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી હતી.
NMACC લોન્ચના બીજા દિવસે શ્લોકાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. આ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અંબાણી પરિવાર અનેક મંદિરોમાં જતો જોવા મળ્યો હતો.
આકાશ-શ્લોકાના લગ્ન 2019માં થયા હતા
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માર્ચ 2019માં થયા હતા. શ્લોકા અને આકાશ બાળપણના મિત્રો છે. દિગ્ગજ હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા એક વર્ષ બાદ માતા બની હતી. 10 ડિસેમ્બર 2020 ના રોજ, એન્ટિલિયામાં અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય પૃથ્વી અંબાણીની એન્ટ્રી થઈ હતી. તેના દાદા મુકેશ અંબાણીના ફેવરિટ પૃથ્વીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, જેમાં દાદા-પૌત્રની બોન્ડિંગ નજરે પડે છે.
શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન, બચ્ચન પરિવાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, કરીના કપૂર ખાન અને ઘણી મોટી હસ્તીઓ આકાશ અને શ્લોકાના લગ્નમાં હાજરી આપી હતી. શ્લોકા મહેતા દેશના પ્રખ્યાત હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે.
આ દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે એક પછી એક ખુશીઓ દસ્તક આપી રહી છે. તાજેતરમાં જ તેમના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. બીજી તરફ તેમની પુત્રી ઈશા અંબાણીએ પણ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમના નામ કૃષ્ણા અને આદિયા રાખવામાં આવ્યા છે. હવે ફરી એકવાર એન્ટિલિયામાં નાની પરીના રૂપમાં એક નવી મહેમાન આવી છે, જે ઘરની સૌથી નાની સભ્ય છે.
ધનરાજ નથવાણીએ આપી શુભેચ્છા
Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023
ગુજરાત ક્રિકેટ એસોસિએશનનના પ્રેસિડન્ટ અને પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ આકાશ અને શ્લોકા અંબાણીને પુત્રીના જન્મ પર શુભકામના પાઠવી હતી.