By-Polls Results 2022: TMCના શત્રુઘ્ન સિન્હા અને બાબુલ સુપ્રિયોની જીત, ચાર રાજ્યોની બધી 5 સીટો પર ભાજપને ઝટકો
દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
LIVE
Background
દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 12 એપ્રિલના રોજ મતદાન યોજાયુ હતું.
પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી તૃણમુલ કોગ્રેસે શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપી હતી. આ હાઈપ્રોફાઈલ સીટ પર ટીએમસીના ઉમેદવાર સિન્હાનો મુકાબલો બીજેપીના અગ્નિમિત્રા પોલ સાથે છે. બાબુલ સુપ્રિયોના રાજીનામાથી આ બેઠક ખાલી થઇ હતી. નોંધનીય છે કે બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
બીજી તરફ બાબુલ સુપ્રિયો ટીએમસીની ટિકિટ પર બાલીગંજ વિધાનસભા પરથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર બાબુલ સુપ્રિયોનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના કેયા ઘોષ અને માર્ક્સવાદી કોમ્યુનિટ પાર્ટીના સાયરા શાહ હલિમ સામે છે. આ સીટ TMCના ધારાસભ્ય અને મમતા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી પડી હતી.
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર મહાવિકાસ અઘાડી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. આ મતવિસ્તારમાંથી કોંગ્રેસે દિવંગત ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે સત્યજીત કદમ પર દાવ લગાવ્યો છે. નોંધનીય છે કે આ બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના નિધનના કારણે ખાલી થઈ હતી.
આ સિવાય છત્તીસગઢની ખૈરાગઢ સીટ પર પણ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય કોમલ જંઘેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસે યશોદા વર્મા નામના મહિલા ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાની જીત
આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ 3.75 લાખો વોટો સાથે જીત મેળવી લીધી છે. સાથે જ બાલીગંજ વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પણ જીતી ગયા છે. ટીએમસીની આ શાનદાર જીતથી ખુશ થઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મમતા બેનર્જીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળના આસાનસોલ લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ટીએએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. મમતાએ કહ્યું કે, મતદારોનો સાચા દિલથી ધન્યવાદ.
ટીએમસીના કાર્યકરોએ ઉજવણી પણ શરુ કરી દીધી
આસાનસોલ લોકસભા પેટા ચૂંટણીમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા 3,75,026 વોટો સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે ટીએમસીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીએમસીના કાર્યકરોએ ઉજવણી પણ શરુ કરી દીધી છે.
#WATCH West Bengal | TMC workers and supporters celebrate to the tunes of drumbeats in Asansol as the party leads in by-poll to the Asansol Lok Sabha seat
— ANI (@ANI) April 16, 2022
TMC's Shatrughan Sinha leading with 3,75,026 votes while BJP's Agnimitra Paul trailing with 2,18,601 votes pic.twitter.com/L9i2Rq8AiL
બોચહાં સીટ પરથી રાજદના અમર કુમાર પાસવાન આગળ
બિહારની બોચહાં વિધાનસભા સીટ પર રાજદના અમર કુમાર પાસવાન આગળ ચાલી રહ્યા છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ ઉમેદવાર યશોદા વર્મા આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર સીટ પર કોંગ્રેસના જાધવ જયશ્રી ચંદ્રકાંત આગળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની બાલીગંજ વિધાનસભા સીટ પર ટીએમસીના બાબુલ સુપ્રિઓ આગળ ચાલી રહ્યા છે.
શત્રુઘ્ન સિન્હા 3,75,026 વોટો સાથે આગળ
આસાનસોલ લોકસભા પેટા ચૂંટણીમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા 3,75,026 વોટો સાથે આગળ ચાલી રહ્યા છે. ભાજપના અગ્નિમિત્ર પૉલ 2,18,601 વોટોથી પાછળ છે. અત્યારે મતગણતરી ચાલુ છે.