શોધખોળ કરો

Assembly Bypolls 2024: 7 રાજ્યોની 13 બેઠકોના પરિણામ જાહેર, જાણો કઈ બેઠક પર થઈ કોની જીત 

રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને TMCએ 4-4 બેઠકો જીતી છે. જ્યારે ભાજપ 2 બેઠકો જીતી શકી હતી.

નવી દિલ્હી:  દેશના સાત રાજ્યોમાં 10 જુલાઈએ યોજાયેલી 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ હતી. ભાજપની આગેવાની હેઠળના એનડીએએ બે બેઠકો જીતી છે. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને TMCએ 4 બેઠકો જીતી છે. જ્યારે ભાજપ 2 બેઠકો જીતી શકી હતી. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો કબજે કરી લીધી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 2-1થી મુકાબલો રહ્યો હતો, જ્યાં સત્તાધારી કોંગ્રેસે 2 અને ભાજપે એક બેઠક જીતી હતી. બિહારમાં અપક્ષને એક બેઠક મળી છે. 

રાજ્ય વિધાનસભા જીત હાર
મધ્યપ્રદેશ અમરવાડા ભાજપ કૉંગ્રેસ
બિહાર રુપૌલી અપક્ષ  
પંજાબ જાલંઘર પશ્ચિમ  આમ આદમી પાર્ટી  
પશ્ચિમ બંગાળ રાનાઘાટ દક્ષિણ TMC BJP
  રાયગંજ TMC BJP
  બાગદા TMC BJP
  માનિકતલા TMC BJP
હિમાચલ પ્રદેશ હમીરપુર ભાજપ કૉંગ્રેસ 
  દેહરા કૉંગ્રેસ ભાજપ 
  નલગઢ કૉંગ્રેસ ભાજપ 
ઉત્તરાખંડ બદ્રીનાથ કૉંગ્રેસ ભાજપ 
  મંગલૌર કૉંગ્રેસ  
તમિલનાડુ વિક્રવંડી DMK PMK

ઉત્તરાખંડ- ઉત્તરાખંડમાં  મંગલૌર અને બદ્રીનાથ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો અગાઉ કોંગ્રેસ અને બસપાના કબજામાં હતી અને ભાજપ પાસે બેઠકો કબજે કરવાનો પડકાર હતો, જેમાં તે સફળ થઈ શક્યું નહીં. બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. રાજેન્દ્ર ભંડારી અગાઉ અહીંથી ધારાસભ્ય હતા પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ, BSP ધારાસભ્ય સરબત કરીમ અન્સારીના નિધન બાદ ખાલી પડેલી મંગલૌર સીટ પર કોંગ્રેસના કાઝી નિઝામુદ્દીન જીત્યા હતા અને કાંટે કી ટક્કરમાં  તેમણે ભાજપના કરતાર સિંહ ભડાનાને 400થી વધુ મતોથી હરાવ્યા હતા. કાઝી નિઝામુદ્દીન અગાઉ ત્રણ વખત આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

હિમાચલ પ્રદેશ- હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ત્રણમાંથી 2 બેઠકો જીતી છે. દેહરા સીટ પરથી મુખ્યમંત્રી સુખુના પત્નીએ 9399 મતોથી ચૂંટણી જીતી હતી, જ્યારે નાલાગઢ સીટ પરથી કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ બીજેપીના કે.એલ ઠાકુરને લગભગ 9 હજાર મતોથી હરાવ્યા હતા. હમીરપુરમાં બીજેપીના આશિષ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર વર્માને 1571 વોટથી કાંટે કી ટક્કરમાં હરાવ્યા હતા. અગાઉ આ ત્રણેય બેઠકો અપક્ષ ઉમેદવારો પાસે હતી.

પશ્ચિમ બંગાળ- તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું છે. રાયગંજ, બાગદા, રાણાઘાટ અને માનિકતલા બેઠકો પર ટીએમસીના ઉમેદવારોએ શાનદાર જીત મેળવી છે. રાયગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ ભાજપના ઉમેદવાર માનસ કુમાર ઘોષને 49 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. જ્યારે ટીએમસીના ઉમેદવાર મધુપર્ણા ઠાકુરે બાગદા સીટ પર 33455 મતોથી જીત મેળવી હતી. આ સિવાય રાણાઘાટથી ટીએમસીના મુકુટ મણિએ બીજેપીના મનોજ કુમાર બિસ્વાસને લગભગ 39 હજાર મતોથી હરાવ્યા હતા. માનિકતલા સીટ પર ટીએમસીના સુપ્તિ પાંડેએ ભાજપના કલ્યાણ ચૌબેને 41406 મતોથી હરાવ્યા હતા.

પંજાબ- જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે બીજેપીની શીતલ અંગુરાલને લગભગ 37 હજાર મતોથી હરાવ્યા છે. પહેલા આ સીટ આમ આદમી પાર્ટી પાસે હતી અને શીતલ અહીંથી ધારાસભ્ય હતી પરંતુ બાદમાં તે બીજેપીમાં જોડાઈ ગઈ અને ત્યારબાદ અહીં પેટાચૂંટણી થઈ હતી. 

બિહાર- બિહારની રૂપૌલી સીટ પર મોટો અપસેટ થયો છે, અહીં JDU અને RJD જેવી પાર્ટીઓને પાછળ છોડીને અપક્ષ ઉમેદવાર શંકર સિંહની જીત થઈ છે. જેડીયુના કલાધર મંડલ બીજા ક્રમે જ્યારે આ સીટ પરથી ધારાસભ્ય બીમા ભારતી ત્રીજા ક્રમે રહ્યા છે. બીમા ભારતી જેડીયુમાં જોડાવાને કારણે અહીંની સીટ ખાલી પડી હતી. બીમા ભારતીએ પણ લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ત્યાં પણ તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.

તમિલનાડુ- તામિલનાડુની વિકરાવંડી સીટ પર  ડીએમકેએ જીત મેળવી છે. ડીએમકેના અન્નિયુર શિવા શિવાશનમુગમ. એ પટ્ટાલી મક્કલ કાચી પાર્ટી (PMK) ના અન્બુમણિ. સીને 50 હજારથી વધુ મતોથી હરાવ્યા.

મધ્યપ્રદેશ- મધ્યપ્રદેશની અમરવાડા સીટ પર  ભાજપના કમલેશ શાહની જીત થઈ છે.  જ્યારે કોંગ્રેસના ધીરેન શાહની હાર થઈ છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરવાડા સીટ જીતી હતી, પરંતુ કમલેશ પ્રતાપ બાદમાં બીજેપીમાં જોડાયા હતા અને ત્યારબાદ આ સીટ ખાલી પડી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
Embed widget