ફંગલ ઇન્ફેકશનથી થતી આ બીમારી કોવિડ સંક્રમિત દર્દીને તેની ઝપેટમાં લઇ શકે છે, આ રોગના તાવ સહિતના આ છે લક્ષણો
ભારતમાં કોરોનાની સાથે બ્લેક ફંગસના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. કોવિડના સાજા થયેલા દર્દીમાં બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને એવા લોકોમાં મ્યુકોરમાઇકોસિસના કેસ જોવા મળી રહ્યાં છે. જે લોકો ગંભીર રીતે બીમાર હોય અને જેમની ઇમ્યુનિટી ઓછી હોય. જાણીએ બ્લેક ફંગસ અને કોવિડ1-9 એક સાથે થઇ શકે.
ભારતમાં કોરોનાની સાથે બ્લેક ફંગસના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. કોવિડના સાજા થયેલા દર્દીમાં બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને એવા લોકોમાં મ્યુકોરમાઇકોસિસના કેસ જોવા મળી રહ્યાં છે. જે લોકો ગંભીર રીતે બીમાર હોય અને જેમની ઇમ્યુનિટી ઓછી હોય. જાણીએ બ્લેક ફંગસ અને કોવિડ1-9 એક સાથે થઇ શકે.
કોરોના સામે હાલ દેશના લોકો જંગ લડી રહ્યાં છે. બીજી લહેરમાં ભારત દુનિયાનો સૌથી સંક્રમિત દેશ બની ગયો છે. હાલ ભારત કોવિડ-19નું હોટસ્પોટ બની ગયું છે.આ વાયરસના કારણે લાખો લોકોની જિંદગી તબાહ થઇ ગઇ છે. તો ભારતની સ્વાસ્થ્ય સેવા પણ લથડી પડી છે.
દેશને દરેક દિવસે કોરોનાની નવા પડકારનો સામનો કરવો પડે છે. બધા વચ્ચે મ્યુકોરમાકોસિસે પણ ચિંતા વધારી છે. હાલ આ રોગના દર્દીની સંખ્યા વધી રહી છે. મોટાભાગના કેસમાં કોવિડથી સાજા થયેલા દર્દીમાં આ સમસ્યા જોવા મળે છે પરંતુ શું આ બંને બીમારી સાથે થઇ શકે.
શું કોવિડ અને બ્લેક ફંગસ એક સાથે થઇ શકે?
સામાન્ય રીતે કોવિડથી સાજા થયેલા દર્દીમાં બ્લેક ફંગસ ઇન્ફેકશન જોવા મળે છે. મેડિસિનનેટની એક રિપોર્ટ મુજબ કોવિડ-19 અને મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ એક સાથે થઇ શકે છે. ખાસ કરીને આ બીમારી એવા લોકોને એક સાથે થઇ શકે છે. જે પહેલાથી જ ડાયાબિટીસથી પીડિત હોય. જે લોકો લાંબા સમય સુધી આઇસીયૂમાં રહ્યાં હોય તેવા કોવિડના દર્દીને બ્લેક ફંગસની સમસ્યા થાય છે. આઇસીએમઆરે જણાવ્યું કે, આ બીમારી શરીરના અંગોને પ્રભાવિત કરે છે..
બ્લેક ફંગસના પ્રકાર, જે કોવિડની સાથે થઇ શકે?
અસ્પરગિલોસિસ-અસ્પરગિલોસિસ એક જીનસના ફંગલના કારણે થતો એક ફેફસાનો રોગ છે. વિશેષ રીતે અ,ફ્યુમિગેટસ, જો છોડ અને માટીમાં વધુ જોવા મળે છે.
ઇનવેસિવ કૈડિડિઆસિસ
આ ફંગલ કૈડિડા ઓરિસના કારણે થાય છે. આક્રમક કૈડિડાનું સૌથી પહેલું લક્ષણ તાવ અને ઠંડી છે. એન્ટીબાયોટિક્સ ટ્રીટમેન્ટ બાદ પણ તેમાં સુધાર નથી થતાં. તેના કારણે બ્લડમાં સંક્રમણ થઇ જાય છે અને બીમારીમાં દર્દીના મોતનું જોખમ વધી જાય છે.
મ્યુકોરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ
આ ફંગલ સંક્રમણ મોલ્ડોના સમૂહના કારણે પણ થાય છે. આ મોલ્ડો વાતાવરણમાં રહે છે. મ્યુકોરમાઇકોસિસ કે બ્લેક ફંગસ સામાન્ય રીતે એવા લોકોને વધુ પ્રભાવિત કરે છે.જેમને પહેલાથી કોઇ સ્વાસ્થ્ય સમસ્યા હોય અને દવા લેતા હોય. જેમની ઇમ્યુનિટી ક્ષમતા ઓછી હોય
રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો કહેર વધી રહ્યો છે. કોરનાની જેમ અમદાવાદમાં પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ પણ વધી રહ્યા છે. સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા ૪૫૦એ પહોંચી છે. ૧૦ દિવસમાં ચેપી ફૂગના કેસોનો અચાનક ભરાવો થયો છે. જેના કારણે નવાં આઠ ઓપરેશન થિયેટર કાર્યરત કરાયા છે. નર્સિંગ સ્ટાફની અછતના કારણે સર્જરીઓ ધીમી પડી છે.