Petrol Price: વાહનચાલકો માટે ખુશખબર! ભારતમાં અહીં પેટ્રોલમાં એક ઝાટકે ઘટ્યા 15 રુપિયા
Lakshadweep Petrol-Diesel Price Reduced: કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક ઝાટકે મોટો ઘટાડો કર્યો છે. સરકારે લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
Lakshadweep Petrol-Diesel Price Reduced: કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક ઝાટકે મોટો ઘટાડો કર્યો છે. સરકારે લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. લક્ષદ્વીપના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કવરત્તી અને મિનિકોયમાં રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે.
Updated Petrol & Diesel Prices in Lakshadweep Islands, effective from today (16th March 2024). #FuelPriceUpdate #Lakshadweep #PetrolPrice #DieselPrice https://t.co/BlSScydkTV pic.twitter.com/QQsmxo1daN
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 16, 2024
PM મોદી લક્ષદ્વીપના લોકોને પોતાનો પરિવાર માનતા હતાઃ હરદીપ પુરી
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'લક્ષદ્વીપના લોકો માટે સારા સમાચાર છે. એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોયમાં રૂ. 5.2 પ્રતિ લિટરનો ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું,પહેલા નેતાઓ તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા અહીં આવતા હતા અને પછી જતા રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પહેલા નેતા છે જેમણે લક્ષદ્વીપના લોકોને પોતાનો પરિવાર માન્યા છે.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
તે જ સમયે, ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ થયાના એક દિવસ પહેલા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બે વર્ષથી સ્થિર હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 પ્રતિ લિટરની સરખામણીમાં હવે રૂ. 94.72 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત રૂ. 89.62ને બદલે હવે રૂ. 87.62 છે, એમ જાહેર ક્ષેત્રના ઇંધણ રિટેલર્સ તરફથી પ્રાઈસ નોટિફિકેશનમાં જણાવાયું છે.