Chandrayaan 3 Landing LIVE Updates: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે યોગ ગુરુ રામદેવે કરી પૂજા, ઇસરોના મિશન ચંદ્રયાન પર NASAની નજર
Chandrayaan 3 Landing: ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે

Background
Chandrayaan 3 Landing: ભારત અવકાશની દુનિયામાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. આમ કરતા જ ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે.
અમેરિકા, ભૂતપૂર્વ સોવિયત સંઘ અને ચીને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કર્યું છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર તેમનું 'સોફ્ટ લેન્ડિંગ' થયું નથી. ચંદ્રયાન-3 એ 'ચંદ્રયાન-2'નું અનુગામી મિશન છે અને તેનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરવાનો, ચંદ્ર પર ચાલવાનો અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે.
ચંદ્રયાન-2 ક્યારે નિષ્ફળ થયું?
ચંદ્રયાન-2 મિશન 7 સપ્ટેમ્બર 2019 ના રોજ ચંદ્ર પર ઉતરાણની પ્રક્રિયા દરમિયાન નિષ્ફળ ગયું હતું જ્યારે તેનું લેન્ડર 'વિક્રમ' બ્રેક સિસ્ટમમાં ખામીને કારણે ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન-1 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
14 જુલાઈના રોજ ભારતે તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' 'લોન્ચ વ્હીકલ માર્ક-III' (LVM3) રોકેટ દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે લોન્ચ કર્યું. આ અંતર્ગત 41 દિવસની તેની સફરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર ફરી એકવાર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.
રશિયા નિષ્ફળ ગયું
ચંદ્રયાન-3 ના 'સોફ્ટ લેન્ડિંગ'ના થોડા દિવસો પહેલા જ્યારે તેનું રોબોટિક લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ત્યારે રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની રેસમાં પાછળ રહી ગયું હતું. રશિયન લેન્ડર લુના-25 અનિયંત્રિત ભ્રમણકક્ષામાં ગયા બાદ ચંદ્ર પર ક્રેશ થયું છે.
ઈસરોએ શું કહ્યું?
ISROએ મંગળવારે (22 ઓગસ્ટ) કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે 'ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક' (ISTRAC)માં સ્થિત 'મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ'માં ઉત્સાહનું વાતાવરણ છે.
ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરશે તેવી અપેક્ષા છે.
Chandrayaan-3 Live Updates: યોગ ગુરુ રામદેવે ચંદ્રયાન 3ની સફળતા માટે પૂજા કરી
ચંદ્રયાનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે યોગ ગુરુ રામદેવે પણ હરિદ્વારમાં પૂજા-અર્ચના કરી હતી.
#WATCH | Uttarakhand: Yog Guru Ramdev performs puja in Haridwar for the success of the Chandrayaan-3 mission. pic.twitter.com/JkYK6xe1Fb
— ANI (@ANI) August 23, 2023
Chandrayaan-3 Moon Landing Live: નાસાની નજર ISROના મિશન ચંદ્રયાન પર
140 કરોડ દેશવાસીઓ મિશન ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અવકાશમાં ભારતની આ ઉડાન પર સમગ્ર વિશ્વની નજર છે. નાસા ઈસરોના મિશન ચંદ્રયાન પર પણ નજર રાખી રહ્યું છે.





















