Chandrayaan 3 Landing: સમયમાં ફેરફાર, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર હવે આ સમયે કરશે લેન્ડિંગ, ઇસરોએ શેર કરી માહિતી
ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરવા જઈ રહેલા ચંદ્રયાન-3ના લેન્ડિંગનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,
Chandrayaan 3 Update: ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મૉડ્યૂલ ચંદ્રની સપાટીથી માત્ર 25 કિલોમીટરના અંતરે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. ISROએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ચક્કર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે, અને હવે 23 ઓગસ્ટની રાહ જોઈ રહ્યું છે, જ્યારે ભારત ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. જશે અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. જોકે હવે આ બધાની વચ્ચે ઇસરોએ મોટી જાણકારી આપી છે કે ચંદ્રયાન-3 ક્યારે ને કેટલા વાગે ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે...
ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરવા જઈ રહેલા ચંદ્રયાન-3ના લેન્ડિંગનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ઇસરોએ આજે બપોરે 2.12 વાગ્યે ટ્વીટ કર્યું કે, ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટે સાંજે લગભગ 6.04 વાગ્યે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ઇસરોએ શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે થોડીવાર પહેલા જ રશિયન સ્પેસક્રાફ્ટ લૂના-25 ક્રેશ થવાના સમાચાર બાદ સમગ્ર વિશ્વમાં નિરાશાની લાગણી ફેલાઈ છે. ભારતમાં લોકો ઈસરોના ચંદ્રયાન-3 મિશન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજે ઈસરોએ લેન્ડિંગના લાઈવ ટેલિકાસ્ટની લિંક પણ શેર કરી છે. હા, તમે આ લિન્કને પણ ફોલો શકો છો https://www.youtube.com/watch?v=DLA_64yz8Ss ની વિઝીટ કરીને તમે ચંદ્ર પર પહોંચવાની ભારતની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શકો છો. ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે તેના ચંદ્રયાન-3 મિશન સાથે ભારત અવકાશ સંશોધનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચી ગયું છે. દેશ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે. આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તે અવકાશ સંશોધનમાં આપણા દેશની પ્રગતિ પણ દર્શાવે છે.
ચંદ્રયાન-3ના લેન્ડિંગ વિશે ઇસરોએ આપી જાણકારી
ભારતી સ્પેસ એજન્સી અને ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 ઇતિહાસ રચવાની ખુબ જ નજીક પહોંચી ચૂક્યુ છે, અને હવે આગામી દિવસોમાં તે ચંદ્રની ધરતી પર સૉફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ બધાની વચ્ચે હવે ઇસરોએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ વિશે મહત્વની જાણકારી આપી છે. ઇસરોએ માહિતી આપતા જણાવ્યુ કે, ચંદ્રયાન-3ના લેન્ડર મૉડ્યૂલને લેન્ડિંગ પહેલા આની આંતરિક તપાસ કરવામાં આવશે. આ પછી જેવો 23 ઓગસ્ટે ચંદ્ર પર સૂરજ નીકળશે, તેવી જ ચંદ્રની ધરતી પર લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થઇ જશે.
23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે લેન્ડ કરશે ચંદ્રયાન-3
ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મૉડ્યૂલ 23 ઓગસ્ટ, 2023એ સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ઈસરોએ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે લેન્ડર સાંજે 5.45 વાગ્યે ચંદ્ર પર ઉતરશે પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઇસરોએ બતાવ્યું કે, જે સમયનો દેશ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યો છે, તેનું લાઇવ પ્રસારણ 23 ઓગસ્ટ, 2023એ સાંજે 5.27 વાગ્યાથી કરવામાં આવશે. આને ઇસરોની વેબસાઇટ, યુટ્યૂબ, ફેસબુક પેજ અને ડીડી નેશનલ ચેનલ સહિત જુદાજુદા પ્લેટફોર્મ પર જોઇ શકાશે.
રશિયાનું લૂના-25 મિશન થયુ ફેઇલ -
રશિયાનું ચંદ્ર મિશન લૂના-25 નિષ્ફળ ગયું છે. રિપોર્ટ્સ છે કે, રશિયાનું અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયું છે. ટેકનિકલ ખામીના કારણે રશિયન સ્પેસ એજન્સીએ પહેલા જ લૂના-25ની નિષ્ફળતાની સંભાવના વ્યક્ત કરી હતી.