ચંદ્ર પર 'શિવશક્તિ' નામ રાખવા મુદ્દે મૌલવીએ કર્યો કકળાટ, બોલ્યા- હિન્દુસ્તાન કે ભારત રાખો પણ...
આ મામલે મુસ્લિમ મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, આપણા દેશના વૈજ્ઞાનિકો અને ભારતીય સંશોધન સંસ્થાએ જે સફળતા મેળવી છે તે દેશની સફળતા છે.
Chandrayaan-3 Landing Place Shiva Shakti: 23 ઓગસ્ટ, બુધવારે ભારતે દુનિયાભરમાં જ નહીં સ્પેસમાં પણ એક સુવર્ણ અક્ષરેથી ઇતિહાસ લખી દીધો, ભારતે આ રચેલા ઇતિહાસના ગુણગાન દરેક દેસવાસીઓ ગાઇ રહ્યાં છે. આ દિવસે ભારતનું મૂન મિશન સફળ થયુ અને ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને ભારત આમ કરનાર પ્રથમ દેશ બન્યો અને ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ શનિવારે (26 ઓગસ્ટ) જાહેરાત કરી કે લેન્ડિંગ સાઇટ હવે 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. આ મામલે હવે વિવાદ શરૂ થઇ ગયો છે.
આ મામલે મુસ્લિમ મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, આપણા દેશના વૈજ્ઞાનિકો અને ભારતીય સંશોધન સંસ્થાએ જે સફળતા મેળવી છે તે દેશની સફળતા છે. હવે આ મામલે વિવાદ વકરતાં મૌલાનએ વિરોધના સૂર ઉઠાવ્યા છે, તેમને કહ્યું કે, આ ઇતિહાસને એ રીતે કહેવો યોગ્ય નથી, ચંદ્ર પર જે જગ્યાએ વિક્રમ લેન્ડર ઉતર્યુ તે જગ્યાનું હિન્દુસ્તાન રાખવું જોઇતુ હતુ, કે પછી તેનું નામ ભારત રાખો, આ સૌથી સારુ રહેતુ.
પીએમ મોદીએ કરી હતી જાહેરાત ?
ખરેખરમાં, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સમયે પીએમ મોદી વિદેશ પ્રવાસ પર હતા. દેશમાં પરત ફર્યા બાદ તેઓ દિલ્હી આવવાને બદલે સીધા જ બેંગ્લૉરના ઈસરો સેન્ટર પહોંચ્યા, જ્યાં તેમને આ સિદ્ધિ માટે વૈજ્ઞાનિકોને સલામ કરી અને જાહેરાત કરી કે હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઉજવવામાં આવશે.
આ જાહેરાતની સાથે સાથે તેમણે કહ્યું કે જે જગ્યા પર ચંદ્રયાન-2 અંકિત છે તે તિરંગા પૉઈન્ટ તરીકે ઓળખાશે અને ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે સ્થાન 'શિવશક્તિ' તરીકે ઓળખાશે. તેમને કહ્યું, "આ તિરંગા પૉઇન્ટ ભારતના દરેક પ્રયાસ માટે પ્રેરણા બનશે, આ તિરંગા પૉઇન્ટ આપણને શીખવશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી."
પીએમ મોદીએ કહ્યું કે અમે ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં કોઈ નથી પહોંચ્યું. અમે તે કર્યું જે અગાઉ કોઈએ કર્યું નથી. મારી નજર સામે 23મી ઓગસ્ટનો એ દિવસ દર સેકન્ડે ફરી રહ્યો છે. જ્યારે ટચ ડાઉનની પુષ્ટિ થાય છે. તે સમયે દેશભરના લોકો જે રીતે અહીં ઇસરો સેન્ટરમાં ઉમટી પડ્યા હતા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક યાદો અમર બની જાય છે. એ ક્ષણ અમર બની ગઈ.