શોધખોળ કરો

Chandrayaan-3 Landing: ચંદ્રયાન- 3 ક્યાં ઉતરશે?, શું અંતિમ સમયે બદલી શકાય છે લેન્ડિંગની જગ્યા?

Chandrayaan-3 Moon Landing Live:ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટની સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે

Chandrayaan-3 Moon Landing Live: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટની સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રયાન-3 લોન્ચ થયાના 22 દિવસ પછી ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ સાથે ભારત ઈતિહાસ રચશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બનશે.

લેન્ડિંગ પહેલા ઈસરોએ તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. વૈજ્ઞાનિકોની ટીમે આ વખતે સોફ્ટ લેન્ડિંગ દરમિયાન 'લાસ્ટ મિનિટ્સ ઓફ ટેરર'ના જોખમને લગભગ ખતમ કરી દીધું છે. તે તમામ વિકલ્પો લેન્ડિંગ સમયે ઉપલબ્ધ હશે, જેનો ઉપયોગ કોઈપણ ઈમરજન્સીમાં સુરક્ષિત ઉતરાણ માટે થઈ શકશે. દરમિયાન, આપણે જાણવાની જરૂર છે કે ચંદ્રયાન-3 ક્યાં ઉતરશે? શું છેલ્લી ઘડીએ લેન્ડિંગ સ્પોટ બદલી શકાય?

ભારતીય મિશન ક્યાં ઉતરશે?

ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ઉતરાણ સ્થળ ચંદ્ર પરના ધ્રુવીય પ્રદેશમાં નથી. ચંદ્રયાન-3 માટે નિર્ધારિત સ્થળ લગભગ 68 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે. પરંતુ આ હજુ પણ ચંદ્ર પર અન્ય કોઈપણ લેન્ડિંગની સરખામણીએ દક્ષિણમાં ઘણા દૂર છે. વિશ્વના તમામ મિશન અત્યાર સુધી વિષુવવૃત્તીય ક્ષેત્રમાં ઉતર્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળે છે.

સોફ્ટ લેન્ડિંગ માટે કયા ફેરફારો કરવામાં આવ્યા છે?

ચંદ્રયાન-2માંથી બોધપાઠ લઇને ચંદ્રયાન-3માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. લક્ષ્‍ય લેન્ડિંગ એરિયાને લંબાઇમાં 4.2 કિમી અને પહોળાઈમાં 2.5 કિમી સુધી લંબાવવામાં આવ્યું છે. ચંદ્રયાન-3માં લેસર ડોપ્લર વેલોમેટ્રી સાથે ચાર એન્જિન પણ છે જેનો અર્થ છે કે તે ચંદ્રના ઉતરાણના તમામ તબક્કામાં તેની ઊંચાઈ અને દિશાને નિયંત્રિત કરી શકે છે.

ચંદ્રયાન-3 એ કોઈપણ અણધારી અસરનો સામનો કરવા માટે મજબૂત કર્યા છે. તે વધુ સાધનો, અપડેટેડ સોફ્ટવેર અને મોટી ઇંધણ ટાંકી પણ ધરાવે છે.  જો છેલ્લી ઘડીમાં કોઈ ફેરફાર કરવો હોય તો આ સાધનો મહત્વપૂર્ણ રહેશે.

ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે 2019નું મિશન ચંદ્રયાન-2 આંશિક રીતે સફળ રહ્યું હતું, પરંતુ તેમાંથી મળેલા અનુભવો ચંદ્ર પર લેન્ડર લેન્ડ કરવાના ISROના નવા પ્રયાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ અંતર્ગત ચંદ્રયાન-3માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

શું છેલ્લી ક્ષણે પણ લેન્ડિંગનું સ્થાન બદલી શકાય છે?

ઈસરોએ ચંદ્રયાન-2માંથી શીખીને ચંદ્રયાન-3માં વ્યાપક ફેરફારો કર્યા છે. ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો તેમાં હવે ઘણો વધારો કરવામાં આવ્યો છે. લેન્ડિંગ માટે લગભગ 10 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. જો એક જગ્યા ઉતરાણ માટે યોગ્ય ન હોય તો બીજી જગ્યા પણ તૈયાર રહેશે.

દરમિયાન, ઈસરોએ કહ્યું કે વિક્રમ લેન્ડર માટે અનુકૂળ પરિસ્થિતિઓ પહેલા ઓળખવામાં આવશે. લેન્ડિંગના નિર્ધારિત સમય કરતાં બરાબર બે કલાક પહેલાં વાહનને લેન્ડિંગ કે  લેન્ડિંગ ન કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઈસરોના વૈજ્ઞાનિક નિલેશ એમ દેસાઈના જણાવ્યા અનુસાર જો ચંદ્રયાન-3  23 ઓગસ્ટે લેન્ડ નહીં થાય તો 27 ઓગસ્ટે પણ ચંદ્ર પર લેન્ડ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Embed widget