શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chandrayaan 3 Moon Video: ચંદ્ર પર લેન્ડિંગ વખતે કેવો હતો નજારો, ઈસરોએ શેર કર્યો પ્રથમ વીડિયો

Chandrayaan 3 Moon Video:  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ગુરુવારે (24 ઓગસ્ટ) ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વિડીયો જાહેર કર્યો. I

Chandrayaan 3 Moon Video:  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ગુરુવારે (24 ઓગસ્ટ) ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વિડીયો જાહેર કર્યો. ISRO એ ટ્વીટ કર્યું (X) કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી.

ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું. 23 ઓગસ્ટે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને અંતરિક્ષમાં ઇતિહાસ રચી દીધો. અહીં પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.  આ સફળતામાં એક ગુજરાતી મહિલા  વૈજ્ઞાનિકનો પણ મહત્વનો ફાળો છે. કોણ છે ગુજરાતનીએ પ્રતિભા જાણીએ... 

23 ઓગસ્ટ ભારતની અંતરિક્ષની સિદ્ધિ માટે મહત્વપૂર્ણ રહ્યો. ચંદ્રયાન -3એ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને  અંતરિક્ષની દુનિયામાં વિક્રમ સર્જી દીધો છે.ભારત  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર દુનિયાનો સૌ પ્રથમ દેશ બની ગયો છે. આ મૂન મિશનમાં ગુજરાત ઇસરોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.Chandrayaan 3 Moon Video: ચંદ્ર પર લેન્ડિંગ વખતે કેવો હતો નજારો, ઈસરોએ શેર કર્યો પ્રથમ વીડિયો

ગાંધીનગરની દીકરી કેયુરી પટેલે ચંદ્રયાન ત્રણ માટે લેન્ડરની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. નાનપણથી જ ભણવામાં હોશિયાર અને સાયન્સમાં રુચિ ધરાવનાર કેયુરી પટેલે નિરમા યુિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ  વિદ્યાર્થિની છે. બેંગ્લોરમાં મળેલ મોટા પેકેજની નોકરી છોડીને કેયુરી પટેલે ઇસરોના કામ કરવાનું  પસંદ કર્યું.ઇસરોમાં કાર્યરત કેયુરીએ લેન્ડરના અલગ અલગ ભાગની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

Chandrayaan 3 Moon Video: ચંદ્ર પર લેન્ડિંગ વખતે કેવો હતો નજારો, ઈસરોએ શેર કર્યો પ્રથમ વીડિયો

ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કઈ જગ્યાએ લેન્ડરે ઉતરાણ કરવું અને રોવર ને ક્યારે  બહાર લઈ જવું એ માટેનું મહત્વનું કામ ગાંધીનગરની દીકરી કેયુરી પટેલે કરીને ગુજરાતનું  ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ઇસરોના ડાયરેક્ટર દેસાઈ સાહેબની આગેવાનીમાં કેયુરી પટેલને લેન્ડરનું  બ્રેઇન કરી શકાય તેવા એક પાર્ટ બનાવવાની  જવાબદારી સોંપવામાં આવી હતી.
Chandrayaan 3 Moon Video: ચંદ્ર પર લેન્ડિંગ વખતે કેવો હતો નજારો, ઈસરોએ શેર કર્યો પ્રથમ વીડિયો

ઇસરોના ડિજિટલ ડિઝાઇન વિભાગમાં  વર્ષ 2017થી કામ કરતી કેયૂરી પટેલે આ મિશન માટે દિન રાત મહેનત કરી હતી અને  પોતાના પરિવારને પણ તે  સમય આપી શકી ન હતી. ચંદ્રયાનના સફળ લેન્ડિંગથી કેયુરી પટેલનો પરિવાર પણ ગર્વ સાથે ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. માત્ર કેયુરી પટેલ જ નહી પરંતુ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગમાં ગુજરાત ઇસરોનો પણ મહત્વ પૂર્ણ ફાળો છે. 

ભારતે ચંદ્ર પર તિરંગો ફરકાવી દીધો છે. મૂન મિશન ચંદ્રયાન-3 એ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશની જનતાએ આ દ્રશ્ય લાઈવ જોયું હતું. આ પછી દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું. લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે.

ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના પગના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર 14 દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે. ભારતને આ સિદ્ધિ બદલ અમેરિકા, યુરોપ, રશિયા અને પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ અભિનંદન મળી રહ્યા છે.ઈસરોની આ સિદ્ધિને અવકાશ ઈતિહાસની 'અતુલ્ય' ક્ષણ તરીકે ઓળખવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Embed widget