શોધખોળ કરો

Pragyan Rover Video: રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર કર્યો મૂન ડાન્સ, લેન્ડર વિક્રમે આ રીતે રેકોર્ડ કર્યો વીડિયો

Chandrayaan-3 Mission: રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યું છે, આમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ છે.

Pragyan Rover Video: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા ત્યારથી રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યાં છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે.

આ વીડિયોને શેર કરતાં ઈસરોએ ટ્વીટ કર્યું, 'લેન્ડર વિક્રમે રોવર પ્રજ્ઞાનને સુરક્ષિત માર્ગ તરફ પરિભ્રમણ કરવાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં એવું લાગે છે કે એક બાળક ચંદમામાના આંગણામાં રમી રહ્યું છે અને તેની માતા તેને પ્રેમથી રમતા જોઈ રહી છે.

રોવર પ્રજ્ઞાને ઓક્સિજન અને સલ્ફરની શોધ કરી

અગાઉ મંગળવારે (29 ઓગસ્ટ 2023), ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ જણાવ્યું હતું કે રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે સાધનમાં અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે.

ઈસરોએ કહ્યું, 'ચંદ્રની સપાટી પર રોવર દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. રોવર પર લગાવવામાં આવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. અપેક્ષા મુજબ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા હતા. હાઇડ્રોજનની શોધ ચાલુ છે.

વિક્રમ લેન્ડર પરના ચાર પેલોડ શું કરશે? 1. રંભા (RAMBHA)... તે ચંદ્રની સપાટી પર સૂર્યમાંથી આવતા પ્લાઝ્મા કણોની ઘનતા, જથ્થા અને ફેરફારોની તપાસ કરશે. 2. ChaSTE... તે ગરમી એટલે કે ચંદ્રની સપાટીનું તાપમાન તપાસશે. 3. ILSA... તે લેન્ડિંગ સાઇટની આસપાસ સિસ્મિક ગતિવિધિઓની તપાસ કરશે. 4. લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે (LRA)... તે ચંદ્રની ગતિશીલતાને સમજવાનો પ્રયત્ન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget