Lander Rover Wake Up: ઉંઘમાંથી ન જાગ્યા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર, જાણો ઈસરોએ શું આપ્યો જવાબ
Lander Rover Wake Up: ચંદ્રયાન 3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈસરોએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે લેન્ડર અને રોવર તરફથી સિગ્નલ મળ્યા નથી.
Lander Rover Wake Up: ચંદ્રયાન 3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈસરોએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે લેન્ડર અને રોવર તરફથી સિગ્નલ મળ્યા નથી. ઈસરોએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી તેના જાગવાની સ્થિતિ અંગે જાણી શકાય છે. હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યો નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દ્વારા ઇતિહાસ રચાયો હતો
તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો દેશ બન્યો હતો. તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
ચંદ્ર પર થઈ ગઈ છે સવાર
ચંદ્રયાન-3 પર સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે હવે શનિવારે લેન્ડર અને રોવરને એક્ટિવેટ કરવાના પ્રયાસો કરવામાં આવશે. નિલેશ દેસાઈએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ચંદ્ર પર સવાર થઈ ગઈ છે. આ અગાઉ અમારી યોજના 22 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ફરીથી સક્રિય કરવાની હતી, પરંતુ કેટલાક કારણોસર આ થઈ શક્યું નહીં.
કેન્દ્રીય વિજ્ઞાન મંત્રીએ લોકસભામાં માહિતી આપી હતી
તેમણે કહ્યું કે હવે અમે આવતીકાલે 23મી સપ્ટેમ્બરે ફરી પ્રયાસ કરીશું. આ પહેલા ગુરુવારે ઈસરોએ કહ્યું હતું કે લેન્ડર અને રોવર 16 દિવસથી સ્લીપ મોડમાં છે અને શુક્રવારે બંને એક્ટિવેટ થઈ જશે. કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ગુરુવારે લોકસભામાં માહિતી આપી હતી કે પ્રજ્ઞાન અને વિક્રમ જલ્દી ઊંઘમાંથી જાગી જવાના છે.
આ પણ વાંચો