શોધખોળ કરો

Chandrayaan-3: કેમ ચંંદ્રયાનને કાપવા પડે છે પૃથ્વીના ચક્કર? શા માટે સીધું ચંદ્ર પર નથી મોકલાતું?

એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

Mission Moon : પૃથ્વીથી ચંદ્ર સામે જ દેખાય છે. જો કે, પૃથ્વીથી તેનું અંતર 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરી શકાય છે. અથવા એક અઠવાડિયામાં. તો શા માટે કોઈ અવકાશયાન સીધુ જ ગ્રહ પર નથી મોકલવામાં આવતું? કેમ તેને પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવવામાં આવે છે?

નાસાનું યાન માત્ર ચાર દિવસથી એક અઠવાડિયામાં ચંદ્ર પર પહોંચી જાય છે. તો ISRO આવું કેમ નથી કરતું? ISRO ચાર દિવસને બદલે 40-42 દિવસ કેમ લે છે? શું આની પાછળ કોઈ ચોક્કસ કારણ છે? કારણ બે છે. પહેલું તો અવકાશયાનને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરીને ઊંડા અવકાશમાં મોકલવાની પ્રક્રિયા સસ્તી પડે છે.

એવું નથી કે ઈસરો પોતાનું વાહન સીધું જ ચંદ્ર પર ના મોકલી શકે. પરંતુ ISROના પ્રોજેક્ટ નાસા કરતા આર્થિક રીતે સસ્તા છે. અને હેતુ પણ પૂરો થઈ જાય છે. ISRO પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોકેટ નથી. જે ચંદ્રયાનને સીધા ચંદ્રની સીધી ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. આવા રોકેટ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની જરૂર પડશે.

ISROનું મિશન બાકીના વિશ્વ કરતાં ખુબ જ લાભદાયક

2010માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલ્યું હતું. તે ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયું હતું. ચાંગઈ-3 પણ પહોંચી ગયું હતું. સોવિયત યુનિયનનું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. તો અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર દિવસથી થોડા જ વધુ સમયમાં પહોંચી ગયું હતું.

આ અવકાશયાન માટે ચીન, અમેરિકા અને સોવિયત સંઘે મોટા રોકેટનો ઉપયોગ કર્યો હતો. ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ મિશનનો ખર્ચ 1026 કરોડ રૂપિયા હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ કિંમત 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટની લોન્ચિંગની કિંમત માત્ર 150 થી 450 કરોડની વચ્ચે છે.

અવકાશયાનમાં મર્યાદિત માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધુ અન્ય કોઈ ગ્રહ પર મોકલતા નથી. કારણ કે, આમ કરવાથી તેમાં રહેલુ તમામ ઈંધણ ખતમ થઈ જશે. જેથી તે પોતાનું મિશન પૂરું કરી શકશે નહીં. તેથી જ પૃથ્વીની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતણ વાપરીને આગળ ધકેલવામાં આવે છે.

રોકેટ પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ ઉઠાવે છે

રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે જરૂરી છે કે તેને પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ મળવો જોઈએ. તે આ રીતે સમજી શકાય છે. જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો, ત્યારે તમે તેની ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાની શક્યતા 50 ટકા ઘટી જાય છે. એ જ રીતે જો તમે રોકેટને સીધું જ અવકાશ તરફ ધકેલો છો તો પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.

પૃથ્વીની દિશામાં તેની ગતિ સાથે સુમેળમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું થાય છે. આ સ્થિતિમાં પૃથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું જોખમ ઘટી જાય છે. પૃથ્વી તેની ધરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાનને આનો લાભ મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેનો કક્ષા બદલી નાખે છે.

કક્ષા બદલવામાં સમય લાગે છે. માટે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં 42 દિવસનો સમય લાગી રહ્યો છે. કારણ કે, ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ પાંચ ચક્કર મારવાના છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણકક્ષામાં મુસાફરી કરવી પડશે. ત્યાર બાદ તે ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષા બદલશે. ઈસરોએ અત્યાર સુધીમાં બે વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલી છે. પહેલી વાર તેને 36,500 થી 41,603 હજાર કિલોમીટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. એટલે કે અર્થ એપોજી બદલી. ત્યાર બાદ બીજી વખત અંતર 173 કિમીથી બદલીને 226 કિમી કરવામાં આવ્યું હતું. તે પેરીજી છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget