(Source: ECI/ABP News/ABP Majha)
Congress : કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને 7નદીઓનું પાણી અને માટી કેમ આપી રહ્યાં છે? રસપ્રદ છે ઈનસાઈડ સ્ટોરી
છત્તિસગઢ કોંગ્રેસ રાજ્યની 7 મોટી નદીઓના પાણી અને રાજ્યની માટીને કળશમાં એકત્ર કરી રહી છે. આમ કરવા પાછળની કહાની અને રાહુલ ગાંધીને ભેટ આપવા પાછળની સ્ટોરી ખુબ જ રસપ્રદ છે.
Bharat Jodo Yatra: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ પહોંચી ચુકી છે. આ પદયાત્રામાં પહેલીવાર છત્તીસગઢ કોંગ્રેસની મોટી ટીમ ભાગ લેવા જઈ રહી છે. અહીં 300 થી વધુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાહુલ ગાંધી સાથે કૂચ કરશે. આ માટે છત્તીસગઢમાં મોટા પાયે તૈયારીઓ આદરીએ દીધી છે. પરંતુ ખાસ વાત એ છે કે છત્તીસગઢ કોંગ્રેસ રાહુલ ગાંધીને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે.
છત્તિસગઢ કોંગ્રેસ રાજ્યની 7 મોટી નદીઓના પાણી અને રાજ્યની માટીને કળશમાં એકત્ર કરી રહી છે. આમ કરવા પાછળની કહાની અને રાહુલ ગાંધીને ભેટ આપવા પાછળની સ્ટોરી ખુબ જ રસપ્રદ છે.
7 નદીઓનું પાણી અને માટી અપાશે ભેટ
છત્તીસગઢના કોંગ્રેસી નેતાઓ હવે ભારત જોડો યાત્રામાં છત્તીસગઢની માટી સાથે 7 નદીઓના પાણી પણ લઈને જશે. છત્તીસગઢ કોંગ્રેસ રાહુલ ગાંધીને માટીનો કળશ અને 7 નદીઓનું પાણી સોંપશે. રાહુલ ગાંધી આ પાણી અને માટીનો ઉપયોગ કરી વૃક્ષારોપણ કરશે. આ માટે 334 કોંગ્રેસીઓ મધ્યપ્રદેશ જઈ રહ્યા છે, જ્યારે PCC ચીફ મોહન માર્કમ અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરશે.
26 અને 27 નવેમ્બરે પદયાત્રા
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મોહન મરકમે કહ્યું હતું કે, તેઓ પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીને છત્તીસગઢની માટી અને 7 નદીઓનું પાણી આપશે. 26 અને 27 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પદયાત્રામાં ભાગ લઈને સંદેશો આપવાનો પ્રયાસ કરીશું. સામાજિક સમરસતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે 334 મુસાફરો પદયાત્રામાં ભાગ લેશે. રાહુલ ગાંધીને 7નદીઓનું પાણી આપવા પાછળનું રહસ્ય એ છે કે, છત્તીસગઢની નદીઓ કે જે એક જગ્યાએ મળે છે. આ તમામ નદીઓ આગળ જઈને એક જગ્યા એ મળે છે. એટલે કે 7 નદીઓનો સંગમ થાય છે. સામાજિક સમરસતા જાળવવા માટે આ પદયાત્રામાં 334 મુસાફરો ભાગ લેશે. ભારત જોડો યાત્રાને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસીઓ માટી અને પાણી સાથે કેમ જઈ રહ્યા છે
આમ કરવા પાછળ કોંગ્રેસે કહ્યું હતું કે, જે રાજ્યોને ભારત જોડો યાત્રામાં સામેલ કરવામાં આવ્યા નથી તેઓ પોતાના રાજ્યની માટી અને પાણી લઈને આવે છે. આ માટી અને પાણીથી વૃક્ષો વાવવામાં આવશે. ભારત જોડો યાત્રામાં છત્તીસગઢ સામેલ નથી. માટે જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશમાં પહોંચી રહી છે ત્યારે છત્તીસગઢના નેતાઓ માટીના ઘડા લઈને જઈ રહ્યા છે. જેથી કરીને છત્તીસગઢની માટી પણ ભારત જોડો યાત્રામાં પહોંચે.